વધુ એક ટ્રેન પાટા પરથી ઉતરી, જાણો ક્યા બની આ દૂર્ઘટના
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ટ્રેન પાટા પરથી ઉતરવાની ઘટનામાં વધારો થયો છે. હવે પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના રંગાપાનીમ

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ટ્રેન પાટા પરથી ઉતરવાની ઘટનામાં વધારો થયો છે. હવે પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના રંગાપાનીમાં માલગાડી ઉતરી ગઇ છે.માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.જોકે, આ દૂર્ઘટનામાં કોઇ નુકસાનના સમાચાર નથી.
ઝારખંડમાં પણ પાટા પરથી ઉતરી હતી ટ્રેન
આ પહેલા ઝારખંડના ચક્રધરપુર ડિવિઝનમાં બડાબંબો રેલવે સ્ટેશન પાસે હાવડા-મુંબઇ મેલ પાટા પરથી ઉતરી ગઇ હતી. આ દૂર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે કેટલાક મુસાફર ઘાયલ થયા હતા.
13 દિવસમાં 7 મોટી દૂર્ઘટના
રેલ દૂર્ઘટના પર પૂર્વ રેલ મંત્રી અને RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ચિંતા વ્યક્ત કરી છે.લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કરતા કહ્યું- '13 દિવસમાં 7 રેલ દૂર્ઘટના થઇ. નિયમિત થતી રેલ દૂર્ઘટનાઓ ચિંતાજનક છે. સરકાર ટ્રેનોમાં સુરક્ષા વ્યવસ્થાના મૂળભૂત પગલા ભરતી નથી. ભારતીય રેલવે એટલી અસુરક્ષિત બની ગઇ છે કે ટ્રેનો પર ચઢ્યા પહેલા મુસાફર પ્રાર્થના કરે છે કે તેમની મુસાફરી અંતિમ ના બને. રેલના ડબ્બા આજે ચાલતા ફરતા શબપેટી જેવા બની ગયા છે.








