અવકાશ ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ; સૌથી ભારે ઉપગ્રહનું સફળ લોન્ચિંગ, નેવીની વધશે તાકાત
ભારતનું પ્રસિદ્ધ લોન્ચ વ્હીકલ રવિવારના રોજ સફળ લોન્ચ થયું છે. આ ઉડાન એલવી

ભારતનું પ્રસિદ્ધ લોન્ચ વ્હીકલ રવિવારના રોજ સફળ લોન્ચ થયું છે. આ ઉડાન એલવીએમ૩-એમફાઇવના નામથી ઓળખાઈ રહી છે. આ ઉડાન દ્વારા ભારતના સૌથી વધુ વજનવાળા કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ-૦૩ને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. ISRO એ બાહુબલી રોકેટથી આ સેટેલાઈટ લોન્ચ કર્યું છે.
આ ઉપગ્રહ ભારતીય નૌકાદળ માટે ખાસ છે. તેનાથી સમુદ્રી વિસ્તારોમાં સંચાર પ્રણાલિ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર જેવા મહત્વના અભિયાનોમાં પણ ઉપયોગી નીવડશે. https://twitter.com/ANI/status/1984960095759782139એલવીએમ-૩ ઇસરોનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ
એલવીએમ-૩ ઇસરોનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે. તેનું પૂરુ નામ લોન્ચ વ્હીકલ માર્ક-૩ છે. આ રોકેટ વજનવાળી વસ્તુઓને કે ઉપગ્રહોને અંતરિક્ષમાં લઈ જવા બનાવવામાં આવ્યું છે. તેણે તેની ચારેય પહેલી ઉડાનમાં સારી કામગીરી બજાવી છે. તેમા તાજેતરની ઉડાન ચંદ્રયાન -૩ની હતી. તેના દ્વારા ભારત ચંદ્ર પર દક્ષિણ ધ્રુવની પાસે પહેલી વખત સફળ ઉતરાણ કરનારો દેશ બન્યો હતો.
આ ઉપગ્રહ સાત વર્ષ સુધી કામ કરશે
સીએમએસ-૩નું પૂરુ નામ કમ્યુનિકેશન સેટેલાઇટ મિશન-૦૩ છે. તે મલ્ટી બેન્ચ સંચાર ઉપગ્રહ છે. તેનું વજન ૪,૪૦૦ કિલોગ્રામ છે. તે ભારતમાંથી જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)મોં મોકલવામાં આવનારો સૌથી ભારે ઉપગ્રહ છે. જીટીઓ એક એવી કક્ષા છે જ્યાંથી ઉપગ્રહને સરળતાથી જિયોસ્ટેશનરી ઓર્બિટમાં પહોંચાડવામાં આવે છે. અહીં તે પૃથ્વી પર સતત ફરતો રહેશે, સતત સંપર્ક રાખશે. આ ઉપગ્રહ સાત વર્ષ સુધી કામ કરશે.
ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો
CMS-03 સેટેલાઇટ દ્વારા ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં ખૂબ જ વધારો કરવામાં આવી રહ્યો છે. એના દ્વારા સિવિલ, સ્ટ્રેટેજિક અને મેરિટાઇમ જેવા દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવામાં આવશે. એક વાર આ સેટેલાઇટ કામ કરતું શરુ થશે ત્યાર બાદ ભારતની કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ શક્તિશાળી બનશે. એના દ્વારા ભારતના નાના-નાના ગામડાઓમાં પણ સર્વિસ પહોંચાડી દેવામાં આવશે. આ મિશન દ્વારા LVM3 રોકેટ કેવી રીતે કામ આવી શકે એ વિશે પણ જાણવા મળી રહ્યું છે. આ રોકેટ હવે કમર્શિયલ સેટેલાઇટ લોન્ચર પણ બની શકે છે.
સેટેલાઈટની ટેકનિકલ ખાસિયતો
વજન અને સાઈઝ
4400 કિલોગ્રામ વજન ધરાવતો આ સેટેલાઈટ ભારતનો સૌથી ભારે કમ્યુનિકેશન સેટેલાઇટ (સંચાર ઉપગ્રહ) છે. આ પહેલાના સેટેલાઈટ વજનમાં હલકા હતાં.
ટ્રાન્સપોન્ડર
આ સેટેલાઈટની અંદરના સંચાર ઉપકરણો છે. તેઓ બહુવિધ બેન્ડ (ફ્રિકવન્સી રેન્જ) પર વૉઇસ, ડેટા અને વીડિયો લિંક્સને સપોર્ટ કરશે. એટલે કે, નૌસેનાના કર્મચારીઓ જહાજ પર હોય કે હવામાં તેઓ સરળતાથી વાતચીત કરી શકશે.
કવરેજ એરિયા
આ ભારતીય હિંદ મહાસાગર વિસ્તાર (Indian Ocean Region)માં મજબૂત ટેલિકોમ્યુનિકેશન કવરેજ આપશે. એટલે કે હવે હિંદ મહાસાગરના મોટા ભાગમાં સિગ્નલ મજબૂત થશે.
હાઈ - કેપેસિટી બેન્ડવિડ્થ
આ સેટેલાઈટ વધુ ડેટા ટ્રાન્સફર કરશે. આ જહાજો, વિમાનો, સબમરીન અને નિયંત્રણ કેન્દ્રો વચ્ચે સુરક્ષિત અને અવિરત જોડાણ બનાવશે. આ તમામના કારણે નૌસેનાને સમુદ્રમાં તેમની હાજરીને મજબૂત બનાવશે. કોઈપણ ખતરાના કિસ્સામાં તાત્કાલિક માહિતી પ્રાપ્ત થશે.








