એક EXIT POLL જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર, તેજસ્વી યાદવ પ્રથમ વખત બની શકે છે મુખ્યમંત્રી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ EXIT Pollમા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ EXIT Pollમાં ફરી એક વાર NDAની સરકાર બની રહી છે. જોકે, આગામી 14 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે NDA સત્તા જાળવી રાખશે કે પછી મહાગઠબંધન સત્તામાં આવશે. મોટાભાગના EXIT POLLમાં NDAની સરકાર બનવાના અણસાર છે. જોકે, એક EXIT POLL એવો પણ છે જેમાં મહાગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે.
આ EXIT POLLમાં મહાગઠબંધનની સરકારનો દાવો
DB LIVE ELECT LINEના EXIT POLLમાં NDA નહીં પણ મહાગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે.
બિહાર વિધાનસભાની 243 બેઠકો પર NDAને 95-109 બેઠક જ્યારે મહાગઠબંધનને 130-140 બેઠક મળવાનું અનુમાન છે જ્યારે અન્યને 0-9 બેઠક મળી શકે છે.આ એક્ઝિટ પોલ છે આ ફાઇનલ પરિણામ નથી ફાઇનલ પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે.
શું કહે છે પોલ ઑફ પોલ્સના આંકડા?
જો તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડાની સરેરાશ કાઢીએ તો NDAને 146, મહાગઠબંધનને 90 બેઠકો મળે તેવું અનુમાન છે. જ્યારે પ્રશાંત કિશોરની જન સુરાજ માત્ર શૂન્યથી બે બેઠકોમાં સમેટાઈ શકે છે. અન્યના ખાતામાં પાંચ જેટલી બેઠકો જઈ શકે છે.
બીજા તબક્કામાં રૅકોર્ડબ્રેક મતદાન
બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67 ટકાથી વધુ મતદાન થયું. બિહારના મતદારોએ મોટી સંખ્યામાં વોટિંગ કરી રૅકોર્ડ બનાવ્યો. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે.
બિહારમાં કયા પક્ષે કેટલી બેઠકો પર ચૂંટણી લડી?
NDA
ભારતીય જનતા પાર્ટી (BJP) - 101
જનતા દળ યુનાઇટેડ (JDU)- 101
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)- 28
હિન્દુસ્તાની આવામ મોરચા- 6
રાષ્ટ્રીય લોક મોરચા- 6
મહાગઠબંધન
રાષ્ટ્રીય જનતા દળ- 143
કોંગ્રેસ- 61
કોમ્યુનિસ્ટ પાર્ટી (માલે)- 20
વિકાસશીલ ઇન્સાન પાર્ટી- 12
કોમ્યુનિસ્ટ પાર્ટી- 9
કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)- 4








