રોહિણી બાદ લાલુ પરિવારની વધુ ત્રણ દિકરીઓ પટણા છોડી દિલ્હી જવા રવાના, હાર બાદ કુંટુંબમાં વકર્યો વિવાદ
લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં આંતરિક સંઘર્ષ વધુ ઘેરો બનતો જાય છે. રોહિણી આચાર્યના વિવ

લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં આંતરિક સંઘર્ષ વધુ ઘેરો બનતો જાય છે. રોહિણી આચાર્યના વિવાદાસ્પદ નિવેદન અને પરિવાર છોડ્યા પછી વધુ ત્રણ દિકરીઓ રાગિની, ચંદા અને રાજલક્ષ્મી પણ તેમના બાળકો સાથે પટણા છોડીને દિલ્હી આવી ગઈ છે. આ સૂચવે છે કે આ વિવાદ હવે ફક્ત રાજકીય નથી, પરંતુ કૌટુંબિક સ્તરે ગંભીર વળાંક લઈ ચૂક્યો છે.
રોહિણી આચાર્યની ભાવુક પોસ્ટ અને ગંભીર આરોપ
રોહિણી આચાર્યએ કોઈનું નામ લીધા વિના પોસ્ટ કરી કહ્યું છે, કે ગઇકાલે એક પુત્રી, એક બહેન, એક પરિણીત મહિલા, એક જનેતાનું અપમાન કરવામાં આવ્યું. ગંદી ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી લીધી. મેં મારા આત્મસન્માન સાથે બાંધછોડ ન કરી તેના કારણે મારું અપમાન કરાયું. મજબૂરીમાં એક પુત્રીએ રડતાં મા-બાપ તથા બહેનોને છોડવી પડી. મારે મારું પિયર છોડવું પડ્યું. મને અનાથ બનાવી દીધી. તમે બધા ક્યારેય મારા માર્ગ પર ન ચાલતા, રોહિણી જેવી કોઈ દીકરી કે બહેન કોઈના ઘરમાં ન જન્મે."
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલા ઉત્સાહ વચ્ચે રોહિણીની આ પોસ્ટ આવી છે. ગઈકાલે જ, રોહિણીએ રાજકારણ છોડી દેવાનો અને પોતાના પરિવારથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો, જેના કારણે વિવિધ અટકળો શરૂ થઈ.
આ દરમિયાન, આ સમગ્ર વિવાદ પર લાલુ કે તેજસ્વી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આ ચૂંટણીમાં થયેલી હારની અસર છે કે કોઈ જૂના કૌટુંબિક તણાવનો વિસ્ફોટ છે.
રોહિણી પટણા છોડીને દિલ્હી રવાના
ડોક્ટરમાંથી રાજકારણી બનેલા રોહિણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં સારણ બેઠક પરથી RJD ટિકિટ પર લડી હતી. પરંતુ તે ભાજપના રાજીવ પ્રતાપ રૂડી સામે હારી ગઈ હતી. ત્યારથી, તેમના પરિવાર અને પાર્ટીથી તેમનું અંતર વધી રહ્યું છે. એવું કહેવાય છે કે રોહિણી પટણા છોડીને દિલ્હી ગઈ છે. આ ઉપરાંત સુત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, તે હવે સિંગાપોર પરત ફરી રહી છે.








