જેલમાંથી બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયા થયા એક્ટિવ, ધારાસભ્યો સાથે બેઠક કરી કહ્યું…
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ચાલી રહેલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ચાલી રહેલી ધારાસભ્યોની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠક પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ બોલાવી હતી. આ બેઠક બાદ પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે તેઓ પદયાત્રાની શરૂઆત કરશે અને દિલ્હીની દરેક વિધાનસભા સીટ પર જઈને લોકો સાથે જોડાશે.
તેમણે કહ્યું, "આમ આદમી પાર્ટી અને દિલ્હીના લોકો પણ તૈયાર છે. આ ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવવામાં આવશે. મનીષ સિસોદિયા હરિયાણામાં પણ પ્રચાર પર જશે. તમામ ધારાસભ્યોને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને બધાએ ખાતરી આપી હતી કે તેઓ પૂરી તાકાતથી ચૂંટણી લડશે.
લોકો મનીષ સિસોદિયા-સંદીપ પાઠકને મળવા માંગે છે
સંદીપ પાઠકે વધુમાં કહ્યું કે, “અમે ભાજપને બતાવીશું કે પાર્ટી તોડવાનો કોઈ ફાયદો નથી. AAP પહેલા કરતા વધુ તાકાત સાથે ઉભરાઈને આવશે. અમે 14 ઓગસ્ટે પદયાત્રાની કૂચ શરૂ કરીશું કારણ કે લોકો મનીષ સિસોદિયાને મળવા માંગે છે. ભાજપ દ્વારા અડચણો ઉભી કરવાના આટ આટલા પ્રયાસો છતાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાણી અને વીજળી પુરવઠો, શાળાઓ, હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ કાર્યરત છે.
સરમુખત્યારના અત્યાચારનો જવાબ આપવા તૈયાર - AAP
આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ ઉપરાંત રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠક, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ રાય, મંત્રી સૌરભ ભારદ્વાજ, આતિશી, ઈમરાન હુસૈન અને તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.








