'જેલ કા જવાબ વોટ સે' AAPએ લોન્ચ કર્યું પોસ્ટર, કેજરીવાલ વિના શરૂ થયું ચૂંટણી અભિયાન
આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટેના પ્રચારના શ્રીગણેશ કર્યા છે. 'જેલ કા જવાબ વોટ સે'&nb

આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટેના પ્રચારના શ્રીગણેશ કર્યા છે. 'જેલ કા જવાબ વોટ સે' સ્લોગન સાથે AAP પાર્ટીએ ઘણી જગ્યાએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને જેલની અંદર બતાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં જેલમાં છે. આમ આદમી પાર્ટી જેલમાં બંધ મુખ્યમંત્રીને પોતાના પ્રચારનો ભાગ બનાવતા પોસ્ટર છપાવ્યા છે. આ પોસ્ટરમાં કેજરીવાલને જેલના સળિયા પાછળ બતાવ્યા છે.
ચૂંટણી અભિયાનની શરૂઆત કર્યા બાદ AAP નેતાઓએ કહ્યું કે, 'કેજરીવાલના મિશનને આગળ વધારવાની જવાબદારી અમારી છે. અમે એક અભિયાન શરૂ કર્યું છે. 'જેલ કા જવાબ વોટ સે'. જે દિવસે મતદાન થશે તે દિવસે જેલવાસનો જવાબ મળી જશે. અમે દરેક વિસ્તારના દરેક ઘરે જઈશું અને લોકો સાથે વાત કરીશું. અમે સંઘર્ષ કરીને જેલનો જવાબ વોટથી આપીશું.
AAP નેતા ગોપાલ રાયે કહ્યું, 'દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા તો તેમના વિના ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે. જેઓ અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે, તેમની જવાબદારી બને છે કે તેઓ કેજરીવાલ માટે કામ કરે. આ આંદોલન 25મી મેના રોજ સમાપ્ત થશે. જો તમને લાગે કે અરવિંદ કેજરીવાલે તમારા માટે કંઈ કર્યું છે, તો તેમને મત આપો.
એક તરફ પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી અને AAP નેતા આતિશી મર્લેના આસામમાં ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર કરશે. મળતી માહિતી મુજબ આતિશી ડિબ્રુગઢ, સોનિતપુર અને દુલિયાજાન લોકસભા સીટના આપ પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી લોકો પાસે વોટ માગશે. પ્રથમ તબક્કામાં આ સીટો પર ચૂંટણી થવાની છે.
AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને કેન્દ્ર સરકારે યોજનાબદ્ધ રીતે લાખો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે, આ ભ્રષ્ટાચાર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. AAP સાંસદે કહ્યું કે, નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હજારો કરોડ રૂપિયાની ટેક્સ છૂટ આપવામાં આવી હતી. ઘણી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને આ બધું પડદા પાછળ ચાલતું હતું. સંજય સિંહે દાવો કર્યો હતો કે એવી 33 કંપનીઓ છે જેણે સાત વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તેવી કંપનીઓએ 450 કરોડ રૂપિયાનું ભાજપને દાન આપ્યું છે.








