Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A woman has two husbands, both of them have a mangalsutra around their neck

VIDEO: એક મહિલાના બે પતિ, બંનેના નામના ગળામાં મંગળસૂત્ર; કેવી રીતે બંનેને કરે છે સંતુષ્ટ

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: એક મહિલાના બે પતિ, બંનેના નામના ગળામાં મંગળસૂત્ર; કેવી રીતે બંનેને કરે છે સંતુષ્ટ

બિગ બોસમાં ધૂમ મચાવનાર અરમાન મલિકને આજના સમયમાં કોણ ઓળખતું નહીં હોય. અરમાન મલિકે બે વાર લગ્ન કર્યા અને બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે. એક પુરુષની બે પત્ની સાંભળ્યું હશે પરંતુ એક મહિલાના બે પતિ. વાત વાંચીને વિચિત્ર લાગશે પરંતુ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના બે પતિ સાથે જોવા મળી રહી છે. મહિલાનો દાવો છે કે તે તેના બંને પતિ સાથે રહે છે અને બંને સાથે ખુશ છે.

App Store

 પ્રાપ્ત માહિતી અનુસાર, બે લોકો સાથે લગ્ન કરનાર મહિલા ઉત્તર પ્રદેશના દેવરિયાની રહેવાસી છે. મહિલાએ હિંદુ ધર્મના નિયમોને તોડીને બે લગ્ન કર્યા છે. અને બંને પતિઓના નામના બે મંગળસૂત્ર તેના ગળામાં પહેરે છે. મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાંની સાથે જ વાયરલ થઈ ગયો છે. 

મહિલાનું કહેવું છે કે, વીડિયોમાં રહેલા આ બંને વ્યક્તિ તેના પતિ છે. તે બંને સાથે એક જ ઘરમાં રહે છે. હવે સવાલ એ થાય છે કે શું આ મહિલા બે પતિઓ સાથે પોતાનો દિવસ 'મેનેજ' કરી શકે છે કે પછી આ બધું માત્ર ચર્ચામાં રહેવા માટે કરવામાં આવી રહ્યું છે?

વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે તે તેના બે પતિ સાથે કેવી રીતે સમય વિતાવે છે. આ સવાલના જવાબમાં મહિલાએ કહ્યું કે તે તેના બંને પતિઓને ખૂબ જ આરામથી સમય આપી શકે છે. જો કે, આ પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકો મહિલાની ટીકા કરી રહ્યા છે અને તેને "સ્ત્રી અરમાન મલિક" કહીને તેની મજાક ઉડાવી રહ્યા છે.

શું આ સત્ય છે કે માત્ર વાયરલ કરવાનો પ્રયાસ?

જો કે મહિલાની વાત કેટલી હદે સત્ય પર આધારિત છે તેના કોઈ નક્કર પુરાવા હજુ સુધી મળ્યા નથી. ઘણા લોકો માને છે કે આ બધું માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કરવામાં આવી રહ્યું છે, અને કદાચ મહિલાએ બે વાર લગ્ન કર્યા નથી.