મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પાકિસ્તાનની LoC પર ઉકસાવનારી હરકત, ઘૂસણખોરી રોકવાના પ્રયાસમાં એક જવાન શહીદ

પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકત કરી છે. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાન

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પાકિસ્તાનની LoC પર ઉકસાવનારી હરકત, ઘૂસણખોરી રોકવાના પ્રયાસમાં એક જવાન શહીદ

પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર નાપાક હરકત કરી છે. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની ઘૂસણખોરે નિયંત્રણ રેખા (LoC)ને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સૈન્ય દળોએ નિષ્ફળ બનાવ્યો છે પરંતુ આ કાર્યવાહી દરમિયાન ભારત અને પાકિસ્તાની સેના વચ્ચે થયેલ ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો.

સેનાના સુત્રો અનુસાર, 12 ઓગસ્ટે મોડી રાત્રે પાકિસ્તાની ઘૂસણખોરે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ એક સામાન્ય ઘૂસણખોરી કરતા અલગ હતું કારણ કે ઘૂસણખોરને પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગનું સમર્થન મળતું હતું. ફાયરિંગની આડમાં આ રીતે ઘૂસણખોરીનો પ્રયાસ પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ (BAT)ની મદદથી કરવામાં આવે છે જે પાકિસ્તાની સેનાનો ડર્ડી ટ્રિક્સ વિભાગ છે.

ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ભાગ્યા ઘૂસણખોર

આ ફાયરિંગ અને ઘૂસણખોરીને નિષ્ફળ કરવા માટે ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો જેમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો. સેનાએ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવતા ઘૂસણખોરો ભાગી ગયા હતા.

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ઉકસાવનારી હરકત

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા જેના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી પ્રથમ વખત ઉકસાવનારી કાર્યવાહી કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો