મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાકુંભમાં ભાગદોડમાં 82 લોકોના થયા હતા મોત! રિપોર્ટમાં નવો ખુલાસો

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યામાં થયેલી ભાગદોડમાં મોટો ખુલા

મહાકુંભમાં ભાગદોડમાં 82 લોકોના થયા હતા મોત!  રિપોર્ટમાં નવો ખુલાસો

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યામાં થયેલી ભાગદોડમાં મોટો ખુલાસો થયો છે. સરકારી આંકડા અનુસાર સંગમ નોજ પર ભાગદોડમાં 37 લોકોના મોત થયા હતા. જે બાદ તેમના પરિવારજનોને 25-25 લાખનું વળતર આપવામાં આવ્યું છે. જોકે હવે એક નવા રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે.

BBC હિન્દીના રિપોર્ટ અનુસાર તે દિવસે 82 લોકોના મોત થયા હતા જેમાંથી 26 પરિવાર એવા મળ્યા છે જેમને ભાગદોડમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા પરંતુ તેમના નામ મૃતકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકાર મહાકુંભને એક મોટી સિદ્ધિ ગણાવી રહી છે. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સદનમાં મહાકુંભમાં ભાગદોડ વિશે જાણકારી આપતા 37 લોકોના મોતની પૃષ્ટી કરી હતી.

નવા રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના 50થી વધુ જિલ્લામાં કરવામાં આવેલી તપાસમાં 100થી વધુ પરિવાર એવા મળ્યા જેમને ભાગદોડમાં પોતાના મૃતકોની વાતને સ્વીકાર કરી છે જેમાંથી 82 પરિવારોએ પુરતા પુરાવા આપ્યા હતા.

ચાર જગ્યાએ મહાકુંભમાં ભાગદોડમાં અનેક લોકોના થયા હતા મોત

રિપોર્ટ અનુસાર મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં ચાર જગ્યાએ ભાગદોડની ઘટના બની હતી જેમાંથી કેટલાક લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી યોગી અનુસાર 37માંથી 35 લોકોને સરકાર દ્વારા 25-25 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે.

બીબીસીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે તપાસ દરમિયાન 26 પરિવાર એવા મળ્યા જેમને 5-5 લાખ રૂપિયા કેશમાં આપવામાં આવ્યા છે, તેમની પાસે યુપી પોલીસ દ્વારા આ રકમ આપતા વીડિયો અને તસવીરો પણ છે. કેટલાક પરિવારોએ એવો દાવો કર્યો કે બળજબરી એવા પેપરો પર સહી કરાવવામાં આવી જેના પર અચાનક તબિયત બગાડતા મોત થવાની વાત કહેવામાં આવી હતી. આ સિવાય તપાસમાં 19 પરિવાર એવા પણ મળ્યા હતા જેમને 5-5 લાખ રૂપિયા પણ મળ્યા નથી.

ત્રણ કેટેગરીમાં મૃતકોના પરિવારને વહેંચવામાં આવ્યા

બીબીસીના રિપોર્ટમાં મહાકુંભમાં માર્યા ગયેલા 82 મૃતકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે જેમાંથી પ્રથમ કેટેગરીમાં તે લોકો છે જેમને 25-25 લાખ રૂપિયા મળ્યા, બીજી કેટેગરીમાં 5-5 લાખ રૂપિયા કેશમાં મળનારા પરિવાર છે જ્યારે ત્રીજી કેટેગરીમાં મૃતકોના એવા પરિવાર છે જેમને કોઇ આર્થિક સહાય મળી નથી. જે લોકોને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા તેમાં 18 ઉત્તર પ્રદેશના, 5 બિહાર અને 2 પશ્ચિમ બંગાળ જ્યારે એક ઝારખંડનો પરિવાર છે. આ તમામને કેશમાં પૈસા આપવામાં આવ્યા છે.

ત્રીજી કેટેગરીમાં 19 મૃતકોના પરિવાર છે જેમને સરકાર તરફથી કોઇ સહાય મળી નથી. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે મૃતકોની સંખ્યા તેના કરતા પણ વધારે હોઇ શકે છે. જે 82 લોકોના ભાગદોડમાં મોત થવાનો દાવો કરવામાં આવ્યો છે તે તમામના ભાગદોડમાં મોત થવાના પુરતા પુરાવા અને સાક્ષી પણ હાજર છે.

આ સમાચાર શેર કરો