મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભામાં VB–G RAM G Bill બિલ મુદ્દે ધમાલ ભારે પડી, 8 વિપક્ષી સાંસદોને વિશેષાધિકાર ભંગની નોટિસ

સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે સમાપન થયું છે. શિયાળુ સત્રના છેલ્લા દિવસે અર્થાત શુક્રવાર

લોકસભામાં VB–G RAM G Bill બિલ મુદ્દે ધમાલ ભારે પડી, 8 વિપક્ષી સાંસદોને વિશેષાધિકાર ભંગની નોટિસ

સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે સમાપન થયું છે. શિયાળુ સત્રના છેલ્લા દિવસે અર્થાત શુક્રવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન કથિત બિનસંસદીય આચરણને લઈને  ભાજપના સાંસદ ડૉ. સંજય જયસ્વાલે વિશેષાધિકાર ભંગ અને ગૃહના અનાદરની નોટિસ સોંપી છે. આ નોટિસ લોકસભાના નિયમ 223 હેઠળ દાખલ કરવામાં આવી હતી.

આ નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, 18 ડિસેમ્બર, 2025 ના રોજ વિકસિત ભારત - ગ્રામીણ રોજગાર ગેરંટી બિલ, 2025 (VB-GRAM G બિલ) પર ચર્ચા દરમિયાન કેટલાક વિપક્ષી સાંસદોએ બિનસંસદીય ભાષા પ્રયોગ કર્યો હતો. ગૃહના વેલમાં ઘૂસી ગયા હતા અને અધિકારીઓના ટેબલ પર પહોંચીને કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો.

લોકસભામાં રજૂ થયેલી નોટિસ અનુસાર, કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબ દરમિયાન સતત વિક્ષેપો સર્જવાને કારણે ગૃહની સુગમ કામગીરીમાં ખલેલ પહોંચી હતી.

વિશેષાધિકાર ભંગની નોટિસમાં હિબી એડન, ડીન કુરિયાકોસ, એસ. મુરાસોલી, કે. ગોપીનાથ, શશીકાંત સેન્થિલ, શફી પરમ્બિલ, એસ. વેંકટેશન અને જોથિમણિ સહિત અન્ય લોકોના નામ  સામેલ છે.

નોટિસમાં જણાવાયું છે કે આવું વર્તન સ્પીકરના અધિકારનો અનાદર, ગૃહના અધિકારીઓની ફરજોમાં અવરોધ અને લોકસભાના સામૂહિક વિશેષાધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે ગૃહની અવમાનનાની શ્રેણીમાં આવે છે.

ડૉ. સંજય જયસ્વાલે લોકસભા સ્પીકરને વિનંતી કરી છે કે, સંબંધિત સાંસદોની વિરુદ્ધ નિયમો અનુસાર કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં સંસદની અંદર આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ સમાચાર શેર કરો