ત્રિપુરામાં અચાનક આવેલા પૂરને કારણે 7 લોકોના મોત, હજારો અસરગ્રસ્ત
ત્રિપુરામાં ત્રણથી ચાર સ્થળોએ ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ

ત્રિપુરામાં ત્રણથી ચાર સ્થળોએ ભારે વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોનાં મોત થયા છે અને બે ગ્રામીણો લાપતા છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં પાંચ લોકોનાં મોત થયા છે. ગોમતા અને ખોવાઇ જિલ્લામાં એક-એકનું મોત થયું છે તેમ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સચિવ બ્રિજેશ પાંડેએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખોવાઇ અને ગોમતી જિલ્લાના બે લોકો લાપતા છે. રવિવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
સમગ્ર ત્રિપુરામાં 5,607 અસરગ્રસ્ત પરિવારોને આશ્રય આપવા માટે કુલ 183 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. તેમાંથી 24 રાહત શિબિરો પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં, 68 ગોમતી જિલ્લામાં, 30 દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં, 39 ખોવાઈ જિલ્લામાં અને બાકીના રાજ્યના બાકીના ભાગોમાં છે. ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં ગઈકાલથી ભારે વરસાદ થયો છે - બાગફા (375.8 મીમી), બેલોનિયા (324.4 મીમી) અને અમરપુર (307.1 મીમી), જેના પરિણામે હાવડા, ધલાઈ, મુહુરી અને ખોવાઈ નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. મુખ્ય પ્રધાન માણિક સાહા, જે હાલમાં દિલ્હીમાં છે, નિયમિતપણે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યારે તેઓ આજે સાંજે પાછા આવશે ત્યારે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગની મધ્યમથી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના બાકીના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બીજી તરફ પૂર્વ સિક્કિમમાં મોટા પાયે થયેલા ભૂસ્ખલનને કારણે તિસ્તા નદી પર ના ૫૧૦ મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કેટલાક ભાગોને નુકસાન થયું છે. રવિવારે સવારે ૭.૩૦ વાગ્યે ભૂસ્ખલન થયું હતું. બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદીનો એક સુરક્ષા તટબંધનો એક હિસ્સો ક્ષતિગ્રસ્ત થઇ જતાં ગોપાલપુરના અનેક ગામો જળમગ્ન થઇ ગયા હતાં.








