પીએમ મોદી સાથે AI Impact Summitમાં 29 વર્ષીય અબજોપતિ યુવક છવાયો, ટેલેન્ટ જાણીને થશે આશ્ચર્ય
AI Impact Summit 2026ના ચોથા દિવસે મોટી હલચલ રહી. આ સમિટમાં દુનિયાના મોટા ટેક લીડર્સ ગૂગલ સી

AI Impact Summit 2026ના ચોથા દિવસે મોટી હલચલ રહી. આ સમિટમાં દુનિયાના મોટા ટેક લીડર્સ ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ, ઓપન એઆઈ સીઈઓ સેમ ઓલ્ટમેન અને એન્થ્રોપિક સીઈઓ ડારિયો એમોડેઈની ચર્ચા ચારે બાજુ છે. પરંતુ આ સમીટમાં હાજર રહેલા એલેક્ઝાન્ડર વાંગ એક એવી હસ્તી છે જેમના વિશે ઓછી વાત થઈ રહી છે. રસપ્રદ એ છે કે વાંગ ઉંમરમાં સૌથી નાના પરંતુ કદમાં ઘણા મોટા છે.
ઉંમરમાં સૌથી નાના લીડર્સમાંથી એક એવા એલેક્ઝાન્ડર વાંગ આ સમિટમાં પહોંચ્યા. પીએમ નરેન્દ્ર મોદી સાથે મંચ પર તેમની હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું. 29 વર્ષીય એલેક્ઝાન્ડર વાંગ આજે મેટાની AI સ્ટ્રેટેજીને લીડ કરી રહ્યા છે.
નોંધનીય છે કે એલેક્ઝાન્ડર વાંગ ટોપ AI કંપની Scale AIના ફાઉન્ડર રહી ચૂક્યા છે. ખૂબ જ નાની ઉંમરે AI ડેટા સાથે જોડાયેલી કંપની ઉભી કરી. બાદમાં Metaએ તેમને પોતાના સૌથી મહત્વપૂર્ણ AI મિશનની જવાબદારી સોંપી.
યુવા અબજોપતિ એલેક્ઝાન્ડર વાંગ
એલેક્ઝાન્ડર વાંગ માત્ર એક સામાન્ય ટેક લીડર જ નહીં પરંતુ AI ઇન્ડસ્ટ્રીના સૌથી યુવા અને હાઈ-પ્રોફાઈલ પ્રોફેશનલ્સમાંના એક છે. વર્ષ 2016માં MIT છોડીને તેમણે Scale AI નામની કંપની શરૂ કરી, જે AI ડેટા લેબલિંગ અને મોડલ ટ્રેનિંગ માટે માહિતી તૈયાર કરે છે.
દુનિયાની મોટી AI કંપનીઓ જેવી કે NVIDIA, Amazon અને Meta જેવી કંપનીઓ Scale AIના ક્લાયન્ટ રહ્યા છે. આટલી મોટી કંપનીઓ સાથે કામને કારણે તેમની કંપની જલ્દી જ યુનિકોર્ન (Unicorn) બની અને ફોર્બ્સ (Forbes) મુજબ તેમની નેટવર્થ અંદાજે $3.2-$3.6 બિલિયન (આશરે ₹28,000-₹31,000 કરોડ) સુધી પહોંચી ગઈ. અર્થાત વાંગ દુનિયાના સૌથી યુવા અબજોપતિઓની ક્લબમાં સામેલ થઈ ગયા.
Metaએ એલેક્ઝાન્ડર વાંગને હાયર કરવા માટે ખૂબ જ મોટું પગલું ભર્યું. 2025માં Metaએ Scale AIમાં અંદાજે $14.3 બિલિયન (અંદાજિત ₹1.17હજાર કરોડ)નું રોકાણ કરીને કંપનીનો લગભગ 49% હિસ્સો લીધો. વાંગને Metaમાં સુપરઇન્ટેલિજન્સ લેબ્સના ચીફ બનાવાયા. માર્ક ઝુકરબર્ગે પોતે તેને Metaની AI સ્ટ્રેટેજીને મજબૂત કરનારું એક મોટું પગલું ગણાવ્યું. વાંગ આ ડીલ હેઠળ Metaમાં જોડાયા, અને તેમને AI ડિવિઝનના લીડ બનાવી દેવામાં આવ્યા.
AI Impact Summitમાં તેમની હાજરીએ એ સ્પષ્ટ કરી દીધું કે આવનારા સમયમાં AIની દિશા માત્ર મોટી ઉંમરના CEO નક્કી નહીં કરે. નવા અને યુવા લીડર્સ આ રેસમાં આગળ નીકળી રહ્યા છે.








