મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

15 દેશદ્રોહીઓનો પર્દાફાશ: પાકિસ્તાની જાસૂસો સાથે મળી દેશની ગુપ્ત માહિતી લીક કરતા હતા; તપાસમાં ખુલાસો

કેન્દ્રીય તપાસ એજન્સીના સૂત્રઓએ ખુલાસો કરતા જણાવ્યું કે 15 એવા ફોન નંબર મળ્યા છે જે

15 દેશદ્રોહીઓનો પર્દાફાશ: પાકિસ્તાની જાસૂસો સાથે મળી દેશની ગુપ્ત માહિતી લીક કરતા હતા; તપાસમાં ખુલાસો

કેન્દ્રીય તપાસ એજન્સીના સૂત્રઓએ ખુલાસો કરતા જણાવ્યું કે 15 એવા ફોન નંબર મળ્યા છે જે પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં હતા. આ નંબર સેના, પેરામિલિટ્રી ફોર્સના જવાન અને સરકારી વિભાગમાં કામ કરતા લોકો સાથે જોડાયેલા છે. CRPF આસિસ્ટન્ટ સબ-ઇંસ્પેક્ટર મોતી રામ જાટને લઇને ચાલી રહેલી તપાસમાં આ ખુલાસો થયો છે.

એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની ઓપરેટિવને ભારત સાથે જોડાયેલી જાણકારી શેર કરવા માટે ત્રણ મહિના પહેલા CRPFના આસિસ્ટન્ટ સબ-ઇંસ્પેક્ટર મોતી રામ જાટની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસમાં ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓએ આ ખુલાસો કર્યો છે. મોતી રામ જાટની 27 મેએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ધરપકડ કરી હતી. 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પાંચ દિવસ સુધી મોતી રામ જાટ પણ CRPF બટાલિયનમાં તૈનાત હતો પરંતુ હુમલાના માત્ર પાંચ દિવસ પહેલા જ તેને દિલ્હીમાં તૈનાત કરવામાં આવ્યો હતો.

સેનાના 4 જવાનોએ પણ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડી

સૂત્રોએ જણાવ્યું કે ટેકનિકલ સર્વિલાન્સમાં ખબર પડી કે માત્ર મોતી રામ જાટ જ નહીં 15 એવા ફોન નંબર્સ પણ પાકિસ્તાની ઓપરેટર્સના સંપર્કમાં હતા. અધિકારી આ નંબરના કોલ રેકોર્ડિંગ અને ડેટાની તપાસ કરી રહ્યાં છે. આ પાકિસ્તાની ઓપરેટિવનું કોડ નેમ સલીમ અહેમદ છે. સૂત્રોએ કહ્યું કે જ્યારે આ 15 ફોન નંબર્સના કોલ રેકોર્ડ્સ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકોર્ડિંગની સ્ક્રેનિંગ કરવામાં આવી તો ખબર પડી કે તેમાંથી 4 નંબર ભારતીય સેનાના જવાનોના ચાર પેરામિલિટ્રી ફોર્સના જવાનના અને બાકીના સાત નંબર વિવિધ સરકારી વિભાગોમાં કામ કરનારાઓના હતા.

સૂત્રોએ કહ્યું કે તપાસમાં એવી પણ ખબર પડી કે જે નંબરથી મોતી રામ જાટ સંપર્કમાં હતો તે કોલકાતાથી ખરીદવામાં આવ્યો હતો અને સિમ એક્ટિવેશન માટે OTP પણ લાહોરમાં બેઠેલા પાકિસ્તાની ઓપરેટિવે મોકલ્યો હતો. જે શખ્સે કોલકાતાથી આ નંબર ખરીદ્યો હતો, તે કોલકાતાનો જ છે, જેને વર્ષ 2007માં એક પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા અને પછી 2014માં તે શિફ્ટ થઇ ગયો હતો. તે વર્ષમાં બે વખત કોલકાતા આવતો હતો.

12 હજાર રૂપિયામાં પાકિસ્તાનને વેચી દેશની ગુપ્ત માહિતી

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે મોતી રામ જાટને કેટલીક વખત ભારતના અલગ અલગ શહેરોમાંથી પણ પૈસા મોકલવામાં આવ્યા હતા જે જાણકારી શેર કરવાના બદલે આપવામાં આવ્યા હતા. 2 વર્ષમાં તેને ગુપ્ત જાણકારી મોકલવાના બદલામાં રેગ્યુલર 12 હજાર રૂપિયા આપવામાં આવ્યા જે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આસામ, દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ બંગાળના તેના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે મોતી રામ જાટના દાવો છે કે પહેલા ચંદીગઢની ટીવી ચેનલમાં કામ કરનાર પત્રકાર સાથે તેનો સંપર્ક થયો હતો અને પછી ફોન અને વીડિયો કોલ પર તેની વાત થવા લાગી હતી. આ દરમિયાન તેને કેટલાક ડૉક્યુમેન્ટ પણ શેર કર્યા હતા. તે બાદ એક પાકિસ્તાની અધિકારી સાથે તેની વાત થવા લાગી હતી. સૂત્રો અનુસાર મોતી રામ જાટે પાકિસ્તાની હેન્ડલર સાથે સુરક્ષાકર્મીઓની તૈનાતી, કેટલીક એજન્સીના સેન્ટર સાથે જોડાયેલી જાણકારી, જવાનોની મૂવમેન્ટ સાથે જોડાયેલી ઇન્ફર્મેશન શેર કરી હતી.

આ સમાચાર શેર કરો