યુવરાજસિંહ દ્વારા વધુ એક ભરતી પ્રક્રિયામાં કૌભાંડના આક્ષેપ, BJP આગેવાનોની સંડોવણીના પુરાવા
ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાના યુવરાજસિંહ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ

ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાના યુવરાજસિંહ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા. બેન્કમાં ભરતી મામલે BJP આગેવાનો દ્વારા લાગતા વળગતા લોકોને નોકરી અપાવવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો.
BJPના આગેવાનો દ્વારા સગાવાદના આક્ષેપ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કની ભરતી મામલે કૌભાંડ થયો હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયાની પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા સામે આવ્યાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. જેમાં બેન્કના ડાયરેકટરો, મેનેજર, ચેરમેન સહિતના ભાજપના આગેવાનો દ્વરા સગાવાદ અને લાગતા વળગતાને નોકરી આપી હોવાના આક્ષેપ યુવરાજસિંહ દ્વારા લગાવવામાં આવ્યા છે.
આ કૌભાંડના પુરાવા સાથે કરાઈ રજૂઆત
યુવરાજ સિંહ દ્વારા કહેવામાં આવ્યું, "ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કમાં ભરતીની પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં બેન્કના ડાયરેક્ટર્સ અને કર્મચારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાના પુરાવા પણ છે." જિલ્લા રજીસ્ટ્રારને લેખિત પુરાવા સાથે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ અંગે પૂરવા સહિતની રજૂઆત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને પણ કરવામાં આવશે. જો આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે અને વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.








