મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં રેલવે કર્મીએ કર્યો આપઘાત, જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ સાથે કર્મચારીઓ ધરણાં પર

ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં ભાવનગર પરા રેલવે વર્કશોપમાં રેલવે કર્મચારીએ આપઘાત કર્

ભાવનગરમાં રેલવે કર્મીએ કર્યો આપઘાત, જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ સાથે કર્મચારીઓ ધરણાં પર

ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં ભાવનગર પરા રેલવે વર્કશોપમાં રેલવે કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ભાવનગર પરા વર્કશોપમાં ઘનશ્યામભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ નામના રેલવે કર્મચારીએ આપઘાત કર્યો. તેઓ સિહોરના ઘાઘળી રોડ પર બાલાજીનગરની બાજુમાં ગણેશનગરમાં રહેતા હતા.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઘનશ્યામભાઈને દિનાનાથ વર્મા (APO - આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર) દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. જો કે, સમગ્ર ઘટનાને લઈને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કર્મચારીઓ ધરણાં પર બેસી ગયા હતા.

આ સમાચાર શેર કરો