મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગેરરીતિ, યુવરાજસિંહે અગાઉથી જે નામ આપ્યા તેમના જ નોકરીમાં ચીઠ્ઠા ખુલ્યા

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં યુવરાજસિંહે અગાઉથી પ્રેસ કરીને જે નામો આપ્યા હતા તેમને નોકરી મળતાં

ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગેરરીતિ, યુવરાજસિંહે અગાઉથી જે નામ આપ્યા તેમના જ નોકરીમાં ચીઠ્ઠા ખુલ્યા

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં યુવરાજસિંહે અગાઉથી પ્રેસ કરીને જે નામો આપ્યા હતા તેમને નોકરી મળતાં બબાલ થઈ છે. યુવરાજસિંહે કહ્યું કે, સ્ટાફ નર્સ ભરતીની આન્સર કીમાં એક જ સિક્વન્સના ABCD, ABCD પ્રમાણે જવાબો હોવા છતાં કોઈ બદલાવ ન કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી છે. ભરતીમાં નિમણુંક પત્ર મેળવનાર બે ડાયરેકટરના દીકરા જેમાં એક જનરલ મેનેજરનો ભત્રીજો અને એક ડાયરેકટરનો ભત્રીજો જેમને નોકરી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીએ ખાલી જાહેરમાં વાતો કરી

મુખ્યમંત્રીએ નોકરી ભરતી મેળામાં જાહેરાત કરી હતી કે, અમે પારદર્શિતા લાવ્યા છીએ કે જો મારા દિકરાને નોકરી મળતી હોય તો ન મળે. પરંતુ આ બધી ખાલી જાહેરમાં વાતો થઈ છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં વર્તમાન ધારાસભ્યના ભાણિયાને નોકરી મળી. આ બેંકમાં પરિવારવાદ ચાલી રહ્યો છે. યુવરાજસિંહે કહ્યું કે, આ ભરતીમાં ઓળખાણવાદ, પરિવારવાળાને જ નોકરી મળી હોવાનો દાવો કર્યો છે. ગત રોજ તમામ લોકોને નિમણૂંક પત્ર એનાયત થયા છે. જેમાં પ્રથમ પરીક્ષામાં જ ધાંધલી જોવા મળી હતી. 

યુવરાજસિંહે કહ્યું કે, જે લાયક છે, હક દર છે તેમણે નોકરી આપો. પરિવાદવાદને નોકરી ન આપો. 80 લોકોની ભરતી કરવામાં આવી છે. ગુજરાતની તમામ સહકરી સંસ્થામાં આવું જ ચાલે છે. તમામ સહકારી સંસ્થાઓની ભરતી સેન્ટર લાઇન કરી દેવામાં આવે..

યુવરાજસિંહે કહ્યું કે, આજથી બે મહિના લેવાયેલી પરીક્ષામાં આરોગ્ય મંત્રીને જાણ કરી કે, પરીક્ષામાં ધાંધળી છે તો તેમણે તપાસ કમિટી બનાવી હતી. પરંતુ કોઈ રિપોર્ટ જાહેર થયો નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફરીથી ચેડાં કરવામાં આવ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ભવિષ્યના વિદ્યાર્થીઓ સાથે ચેડાં કરવાનું બંધ કરે. GSRTC ગેરરીતિ બાબતે અમારી વટવા પોલીસ સ્ટેશન અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવામાં આવતી નથી. GSRTC ના નામે ઠગાઈ ચાલી રહી છે.  તાત્કાલિક ધોરણે નોકરીએ લાગેલા લોકોની તપાસ કરવામાં આવે તે જ અમારી વિનંતી છે.

આ સમાચાર શેર કરો