વલસાડમાં બોથડ હથિયારથી ઝીંકી યુવકને ઉતારાયો મોતને ઘાટ, સાથે રહેતું દંપતી ફરાર
વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં કામ કરતા એક શ્

વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં કામ કરતા એક શ્રમિકનું મોડી રાત્રે બોથડ હથિયાર વડે ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવને પગલે વલસાડ પોલીસ દોડતી થઇ હતી. હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
માથાના ભાગે ઘા ઝીંકાયા
બનાવની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ, વલસાડ હાઇવે પર આવેલા અબ્રામા વિસ્તારના બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કના પ્લોટ નંબર 25 માં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે. જેમાં મજૂરી કામ માટે મૂળ બિહાર, સેખપુરા જિલ્લાના 36 વર્ષીય પપ્પુ પાસવાન કામ કરી રહ્યો હતો. તેની સાથે અન્ય એક દંપતી પણ મજૂરી કામ કરતા હતા. જેમાં ગતરોજ રાત્રે પપ્પુ પાસવાનને માથા અને મોઢાના ભાગે હથોડા અને લોખંડના પાઇપ વડે માર મારી તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી.
દંપતી પર શંકા
તેની સાથે રહેતા દંપતી મોડી રાત્રે ત્યાંથી કોઈને કહ્યા વગર નીકળી જતા શંકાની સોય દંપતી પર સેવાઈ રહી છે. આ બનાવ બાદ વલસાડ સિટી પોલીસ મથકના પી.આઇ. ડી. ડી પરમાર, DYSP સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. અને F.S.L ની ટીમની મદદથી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. હાલ તો આ ઘટનામાં હત્યાનું કારણ હજી સુધી અકબંધ છે.








