હાફેશ્વરમાં યુવાનો ટ્રાન્સફોર્મર ઊંચકીને લાવ્યા પણ મહેનત એળે ગઈ ,MGVCLની પોલમપોલ આવી બહાર
હાફેશ્વર ગામે આદિવાસી સમાજના લોકો ટ્રાન્સફોર્મર ઊંચકીને જવાનો વિડિયો વાયરલની

હાફેશ્વર ગામે આદિવાસી સમાજના લોકો ટ્રાન્સફોર્મર ઊંચકીને જવાનો વિડિયો વાયરલની ઘટના માં જીએસટીવીએ ઘટના સ્થળ ઉપર જઈને રિયાલિટી ચેક કરી હતી. જ્યારે આદિવાસી સમાજના યુવાનો ચાર કિલો મીટર લાકડાના ટેકા બનાવી ટ્રાન્સફોર્મર ઊંચકીને લઇ ગયા હતા. જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ જુઠ્ઠાણું ચલાવી સરકારને એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઊંચકીને ગયા હોવાનો રિપોર્ટ કર્યો હતો. અને મધ્યગુજરાત વીજકંપનીના એક્જ્યુકેટીવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર આદિવાસી સમાજના યુવાનોને મહેનત બિરદાવવાની જગ્યાએ જુઠ્ઠો રિપોર્ટ સરકારમાં કર્યો હતો. આદિવાસી સમાજના યુવાનોએ કરેલી મહેનત પાણીમાં ગઈ હતી.
પગપાળા ટ્રાન્સફોર્મર લાવેલા
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું ગામ હાફેશ્વર છે. અને તેના ઉત્તલધરા ફળિયામાં ટ્રાન્સફોર્મર બળી જતાં 15 દિવસ સુધી અંધારામાં લોકો જીવતા હતા. મધ્યગુજરાત વીજ કંપની 15 દિવસ સુધી રસ્તાના અભાવે ટ્રાન્સફોર્મર પહોંચાડ્યું ન હતું. જ્યારે લોકો આક્રમક બનતા ટ્રાન્સફોર્મર હાફેશ્વર ગામના મેઇન રોડ સુધી ટ્રાન્સફોર્મર મધ્ય ગુજરાત વીજકંપનીએ મોકલ્યું હતું. ત્યારબાદ ત્યાંથી ચાર કિલોમીટર દૂર કાચા રસ્તા ઉપર આ ભારી ભરખમ ટ્રાન્સફોર્મર કોણ લઈ જાય તે પ્રશ્ન ઊભો થતાં મધ્ય ગુજરાત વીજ કંપની ન હોય આગળની વ્યવસ્થા ન કરતા ઉત્તલધરા ફળિયાના આદિવાસી સમજના યુવાનો ઘરેથી લાકડાના ટેકા લાવીને ચાર કિલોમીટર ચાલીને રોડ ઉપર આવ્યા હતા. ત્યાંથી ટ્રાન્સફોર્મરને લાકડાના ટેકે બાંધ્યું અને ભારી ખમ ટ્રાન્સફોર્મરને ઊંચકીને પગપાળા ચાર કિલોમીટર ચાલીને લઇ ગયા હતા.
કામગીરી બિરદાવી નહી
મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીઓ આ આદિવાસી યુવાનોની મહેનત બિરદાવવાની જગ્યાએ સરકારમાં રિપોર્ટ કર્યો કે એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઊંચકીને ગયા હતા. આવી જુઠ્ઠાણું ફેલાવતા અધિકારીઓ સામે સરકાર પગલા ભરસે કે પછી આવા રિપોર્ટો ચલાવ્યા કરશે. તેના ઉપર સવાલો ઊભા થયા છે. આદિવાસી સમાજના યુવાનોએ Gstv ન્યૂઝને આપેલા ખુલાસામાં મધ્યગુજરાત વીજ કંપનીનાં કોન્ટ્રાકટર ના તો મજૂરી આપી છે. ના તો અમારી કામગીરી બિરદાવી છે. જ્યારે અમે કરેલી મહેનત એળે ગઈ છે. તેવું લાગી રહ્યું છે.








