સુરતમાં પ્રેમ પ્રકરણમાં ધોળે દિવસે જાહેરમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો, હત્યા કરનાર આ રીતે ઝડપાયો
સુરતના લિંબાયતમાં ધોળે દિવસે યુવકની હત્યા થઈ હતી. પ્રેમ પ્રકરણમાં યુવકની હ

સુરતના લિંબાયતમાં ધોળે દિવસે યુવકની હત્યા થઈ હતી. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. લિંબાયતના રુક્ષ્મણી નગર પાસે જાહેરમાં ગળું કાપી હત્યા કરાવી હતી. જેથી હત્યાના આરોપીને ઝડપી લેવા માટે લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પીછો કરતો હતો
રોહનની હત્યા લિંબાયતના રામેશ્વરનગરમાં રહેતા દીપક પાટિલે કરી હતી. દીપકનું એક યુવતી સાથે અફેર હતું, જે રોહનને ખબર પડી ગઈ હતી. ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દીપકને ધમકાવતો હતો. બે વખત તેને ત્રણેક હજાર રૂપિયા પણ આપ્યા હતા.છતાં તે પીછો છોડતો ન હતો. લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
બ્લેકમેલ કરાતો હતો
પોલીસે હત્યા કરનાર યુવકને કસ્ટડીમાં લીધો છે. જેની ઉંમર પણ 19 વર્ષ છે. રોહન 12મા ધોરણ સુધી ભણ્યો હતો. તેની હત્યા કરનાર તેનો મિત્ર હતો. આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યુ કે, દિપક પાટીલ નામના યુવાને રોહનની હત્યા કરી હતી. ચપ્પુ વડે ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. બંને વચ્ચે ઝઘડો થયો હતો. બીજી બાજુ તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે, મૃતક આરોપી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરતો હતો. આ પૈસાની માંગણી તે બ્લેકમેલ કરીને માંગતો હતો કે કંઈ અન્ય કારણ છે તે અંગેની પણ તપાસ અમે કરી રહ્યા છે.








