મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ રેલવે સ્ટેશન પર યુવાને ટ્રેન સામે લગાવી છલાંગ, કચડાઈ જતાં કમકમાટીભર્યુ નીપજ્યું મોત

વલસાડ રેલવે સ્ટેશન પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે યુવાને પડતું મૂકી

વલસાડ રેલવે સ્ટેશન પર યુવાને ટ્રેન સામે લગાવી છલાંગ, કચડાઈ જતાં કમકમાટીભર્યુ નીપજ્યું મોત

વલસાડ રેલવે સ્ટેશન પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે યુવાને પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. આ કરુણ ઘટના cctv કેમેરામાં કેદ થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે G.R.P પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ, વલસાડ રેલવે તારીખ 18 - 09 - 2024 ના રોજ સ્ટેશન પર સાંજે 7 : 40 વાગ્યા ના સુમારે પ્લેટફોર્મ નંબર 2 પર એક યુવાક ઊભો હતો. તે સમયે મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સંપર્ક ક્રાંતિ ટ્રેનની સામે યુવાને જંપલાવ્યું હતું. 

ટ્રેન સામે કુદી પડ્યો

આ સમગ્ર ઘટના વલસાડ રેલવે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બનાવમા વિડિયોમાં દેખાઈ રહેલો યુવક વલસાડ રેલેવ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભો હતો. ટ્રેન આવવાની રાહ જોતો નજરે પડ્યો હતો. તે દરમિયાન મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન આવતાની સાથે જ ટ્રેનની સામે કૂદી પાડયો હતો. ક્ષણવારમાં યુવાનનું ટ્રેનની અડફેટે સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ સ્થળ પર હાજર લોકો એ જોતા લોકોના હોશ ઉડી ગયા હતા. 

ઓળખ થઈ નથી

કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યારે CCTV મા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, યુવાન ખોટું પગલુ ભરવાના ઇરાદે રેલવે સ્ટેશન પર આવ્યો હતો. જોકે આ યુવાન કોણ છે, અને ક્યાંથી આવ્યો છે. તે હજી સુધી જાણી શકાયું નથી. તેની પાસેથી કોઈ આઈ. ડી નહિ મળવાને લઇને તેની ઓળખ થઈ શકી નથી. યુવાને શરીરે ગુલાબી કલરની આખી બાયની ટી - શર્ટ અને બ્લ્યુ કલર નું પેન્ટ પેહરેલું છે. અને તેની ઉંમર આશરે 30 થી 35 વર્ષ ની તેમજ શરીરે મધ્યમ બાંધા નો હોવાનું જણાયું હતું. હાલતો G.R.P પોલીસે આ અજાણ્યો યુવક કોણ છે. તેની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો