મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં હડકાયું ભુંડ કરડતાં એક યુવકને હડકવા ઉપડ્યો, આખરે થયું મોત

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપૂરા ગામે કાળજું કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. હડકવા ઉપડવાને કારણે એક યુવક

ભાવનગરમાં હડકાયું ભુંડ કરડતાં એક યુવકને હડકવા ઉપડ્યો, આખરે થયું મોત

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપૂરા ગામે કાળજું કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. હડકવા ઉપડવાને કારણે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યો હતો અને આખરે તેનું મોત થયું હતું. હડકવા ઉપડતા યુવકને દોરડાથી બાંધીને રાખવો પડ્યો હતો.

આ પણ વાંચો : આંદોલનો વચ્ચે ભારતીય ખેડૂતોની આવકને ખુલ્લી પાડતો નાબાર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો

ગરીબપૂરા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગરીબ સુનિલભાઈ ચિથરભાઈ બારીયા ઉંમર વર્ષ 24  થોડા દિવસ પૂર્વે કુદરતી હાજતે ગયા હતાં, ત્યારે હડકાયું ભૂંડ કરડવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલમાં સામાન્ય સારવાર પણ લીધી હતી, પરંતુ સારવારમાં પૂરતી કાળજી રાખી ન હોવાથી હડકવા ઉપડ્યો હતો, જેને કારણે તેઓ 6 ડિસેમ્બરના રોજ અવસાન પામ્યા.

આ પણ વાંચો : બ્રિટનની યુનિવર્સિટીના VC ભારતીય મહિલા સાથે અફેરમાં થયાં સસ્પેન્ડ, પત્નીએ ફોડ્યો ભાંડો

આ સમાચાર શેર કરો