Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : vice chancellor of britaine university

બ્રિટનની યુનિવર્સિટીના VC ભારતીય મહિલા સાથે અફેરમાં થયાં સસ્પેન્ડ, પત્નીએ ફોડ્યો ભાંડો

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2024
લાઇવ ટીવીGoogle News
બ્રિટનની યુનિવર્સિટીના VC ભારતીય મહિલા સાથે અફેરમાં થયાં સસ્પેન્ડ, પત્નીએ ફોડ્યો ભાંડો

બ્રિટનની યુનિવર્સિટી ઑફ બકિંઘમના વાઇસ ચાન્સલર જેમ્સ ટૂલીને હૈદરાબાદની એક મહિલા સાથે અફેરના આરોપો બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂલીએ મહિલાની યુનિવર્સિટીની ફી ભરવામાં મદદ કરી હતી. ભારતીય મહિલાએ પોતાની ડાયરીમાં દાવો કર્યો કે, તેમની પાસે 65 વર્ષીય પ્રોફેસર ટૂલી સાથે શારીરિક સંબંધ હતો. આ આરોપ ત્યારે સામે આવ્યો જ્યારે પત્નીએ યુવતી દ્વારા લખેલી ડાયરીની નકલો યુનિવર્સિટીને સોંપી દીધી. ટૂલીના સસ્પેન્શનની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવી હતી, પરંતુ તે હમણાં જ પ્રકાશમાં આવી છે.

App Store

આ પણ વાંચો : ભારતીય મૂળના આ બાળકનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ વધું

પત્નીએ ખોલ્યું રહસ્ય

મળતી માહિતી મુજબ, ટૂલી વર્ષ 2020થી વાઇસ ચાન્સલરના પદ પર હતાં. તેઓએ પોતાના વકીલના માધ્યમથી આ નિવેદન રજૂ કર્યું છે. જેમાં તેઓએ આ આરોપોને નિરાધાર જણાવ્યું છે. નોંઘનીય છે કે, આરોપોનો ખુલાસો ટૂલીની 42 વર્ષીય પત્ની સિંથિયાએ કર્યો હતો. સિંથિયા મૂળ નાઇજીરિયાની છે અને ટૂલી સાથે ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતાં. ડાયરીમાં ભારતીય મહિલાએ દાવો કર્યો હતો કે, જ્યારે તે પહેલીવાર ટૂલીને મળી હતી ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેમના શારીરિક સંબંધ ત્યારે શરૂ થયો જ્યારે તે 21 વર્ષની હતી.

આ પણ વાંચો : MEA Office: વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાતે, સીરિયાની સ્થિતિ પર નજર

ડાયરીમાં શું લખ્યું હતું?

ભારતીય મહિલાએ પોતાની ડાયરીમાં લખ્યું, 'જે પણ મારી ડાયરકી વાંચશે તે જોઈ શકે છે કે, હું તેને પ્રેમ કરતી હતી અને તેમની સાથે રહેવા ઈચ્છતી હતી. તે હંમેશા મારી સાથે સન્માનપૂર્વક વર્તન કરતા હતાં. લોકો કહે છે કે, તેઓ મારો ઉપયોગ કરે છે, કારણકે તેમની પાસે શક્તિ અને પૈસા હતાં. પરંતુ તે એક સારા માણસ છે જે બીજા લોકો માટે ચિંતા કરે છે.'