મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: ફ્રાંસમાં મોંઘવારી વિરૂદ્ધ રસ્તા પર ઉતર્યા 8 લાખથી વધુ લોકો

સોર્સ: gstv

ફ્રાન્સમાં મોંઘવારી વિરૂદ્ધનો દાવાનળ સતત સળગી રહ્યો છે. મોંઘવારી, શાળાઓની ખરાબ સ્થિતિ અને પોલીસની કડક કાર્યવાહી સામે આજે પણ લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પેરિસ સહિત અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. પેરિસમાં રેલીના અંતે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. ગૃહ મંત્રાલય અનુસાર દેશભરમાં લગભગ 1 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રેડ યુનિયનોએ દાવો કર્યો છે કે 8 લાખ લોકો આ પ્રદર્શનમાં સામેલ થયા છે. શરૂઆતમાં પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું. તેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને વૃદ્ધો પણ સામેલ થયા. જો કે રેલી પૂર્ણ થઈ ત્યારે કેટલાક નકાબધારી લોકોએ પોલીસ પર પથ્થરો અને કાચની બોટલો ફેંકી. કેટલીક જગ્યાએ કચરાપેટીઓમાં આગ લગાવવામાં આવી અને પોલીસ તરફ ફટાકડા ફેંકવામાં આવ્યા. સ્થિતિની ગંભીરતાને જોતા પોલીસે ટિયર ગેસ, વોટર કેનન અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો. પોલીસે પ્રદર્શનકારીઓની ભીડ પર લાઠીચાર્જ પણ કર્યો.

આ સમાચાર શેર કરો