મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: ગુજરાતના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું દેશનું ગૌરવ

સોર્સ: gstv

ગુજરાતના પેરા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જાપાનના આઇચી પ્રીફેક્ચર અને નાગોયા શહેરમાં યોજાયેલી પાંચમી એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ કુલ 8 મેડલ જીત્યા છે. તેમાં એક ગોલ્ડ અને બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સાબરકાંઠાની અંજનાબેન રોહિત બુંબડિયાએ મહિલા ચારસો મીટર પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાબરકાંઠાની જ તેજલબેન અમરજી ડામોરે પણ બે મેડલ જીતીને નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેમણે મહિલા ચારસો મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ મહિલા 200 મીટર બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મૂળ કેરળની અને ગાંધીનગર ખાતે તાલીમ લેતી પેરા-એથ્લીટ નિમિષા સુરેશે લોંગ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. નિમિષાએ અગાઉ 2023માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ સમાચાર શેર કરો