મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કોડીનારના ઘાંટવડ ગામેરુદ્રેશ્વર મહાદેવ મંદિરે વિશ્વનું સૌથી ઊંચું 153 ફુટનું ત્રિશુલ લગાવાયું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી 17 કિલોમીટર દૂર ઘાંટવડ ગામમાં શિંગોડા નદીના કિનારે આવે

VIDEO : કોડીનારના ઘાંટવડ ગામેરુદ્રેશ્વર મહાદેવ મંદિરે વિશ્વનું સૌથી ઊંચું 153 ફુટનું ત્રિશુલ લગાવાયું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી 17 કિલોમીટર દૂર ઘાંટવડ ગામમાં શિંગોડા નદીના કિનારે આવેલા આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા ત્રિશૂલનું ગુપ્ત નવરાત્રિના આઠમા નોરતે બપોરે 12:39 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું છે. 

શ્રીરુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને શ્રીપંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, ગુરુદેવ પ્રેમભારતીબાપુએ રતીબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે.

બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ છે. આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ અંદપરાણમાં હોવાનું ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું.

 ફાઉન્ડેશનનું કામ એક મહિનો ચાલ્યું

132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે. કુલ ઊંચાઇ 153 ફૂટની છે. આ ત્રિશૂલનું વજન 450 કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પર 15 બાય 15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં 5 બાય 5નો કોલમ બનાવાયો છે. 

3 સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ફાઉન્ડેશન, આરસીસી અને કોલમનું કામ કરાયું હતું. ત્યારબાદ 132 ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર 21 ફૂટના ત્રિશૂલનું સ્થાપન કરવામાં આવ્યું છે. એકલા ફાઉન્ડેશનનું કામ જ 1 મહિનો ચાલ્યું હતું. 

100 વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે 1200 મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે 4 ફૂટના નટ બોલ્ટ છે,  તેમાં કુલ 27 નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂલની સ્થાપના કરાઈ હતી, જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂલ આવેલું છે. 

આ સમાચાર શેર કરો