વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓમાં મહિલાઓનો દબદબો, મહિલા-બાળ વિકાસ સમિતિમાં પહેલીવાર પુરુષ ચેરમેન
વડોદરા જિલ્લા પંચાયતમાં આજે

વડોદરા જિલ્લા પંચાયતમાં આજે જુદી-જુદી 7 સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓનું વર્ચસ્વ રહ્યું છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે મહિલાની પસંદગી થયા બાદ જુદી જુદી 8 સમિતિઓના ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. જેમાં અપીલ સમિતિમાં હોદ્દાની રૂએ જિલ્લા પંચાયતના પ્રમુખ ચેરમેન રહેતા હોવાથી બાકીની સાત સમિતિઓની મીટીંગમાં ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી.
આ પૈકી પહેલીવાર મહિલા અને બાળ વિકાસ સમિતિમાં પુરુષ ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. રાજવીર પરમાર નામના મોભા બેઠકના સદસ્ય મહિલાઓના અધિકારવાળી સમિતિમાં મહિલાનો હક છીનવી લેવા માટે તૈયાર ન હતા. પરંતુ પક્ષે તેમને મેન્ડેટ આપતા તેનો ઇનકાર કરી શક્યા ન હતા અને ચેરમેન પદ સ્વીકાર્યું હતું.
વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓના ચેરમેનના નામો આ મુજબ છે:
(1) કારોબારી સમિતિ : કૈરવીબા વાઘેલા,રણોલી
(2) શિક્ષણ સમિતિ : ભૂમિકાબેન સોલંકી, ગણપતપુરા
(3) બાંધકામ સમિતિ : નેહાબેન બારોટ, ધનતેજ
(4) આરોગ્ય સમિતિ : ભાવેશભાઈ પટેલ, નડા
(5) સિંચાઈ સમિતિ : મહેન્દ્રભાઈ સોલંકી, શિહોરા
(6) સામાજિક ન્યાય સમિતિ : નવીનભાઈ વસાવા, જરોદ
(7) મહિલા અને બાળ વિકાસ સમિતિ : રાજવીર પરમાર, મોભા
(8) અપીલ સમિતિ : જ્યોત્સના બેન રબારી, ચોરંદા (પ્રમુખ)








