VIDEO: ગોત્રીના ફ્લેટમાં ગોળી ઘૂસી CCTV આધારે પોલીસની તપાસ તેજ
વડોદરા શહેરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. ગોત્રી વિસ્તારમા

વડોદરા શહેરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના-48 ફ્લેટના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કનીમાં ગોળી આવી વાગ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ ગોળી બાલ્કનીનો કાચ તોડીને સીધી ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી હતી. અચાનક ગોળીનો અવાજ સંભળાતા ફ્લેટના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે. ગોળી કોણે અને ક્યાંથી ચલાવી તે અંગે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.




