VIDEO/ સુરતમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ, પાર્ટનર ગાયબ
સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામે ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. મહાદે

સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામે ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. મહાદેવ વીલા એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફ્લેટમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.મૃતક યુવતીની ઓળખ માહી ખાતૂન તરીકે થઈ છે. આ ફ્લેટમાં લિવ-ઈનમાં રહેતો યુવક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. પલસાણા પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં રહસ્યમય મોતના કિસ્સાઓ વધતા જતા હોવાને લઈ સ્થાનિકોમાં ભારે ચર્ચા અને આશંકા જોવા મળ્યો છે



