Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A fierce fire broke out in a flat in Noida's highrise society

VIDEO : નોઇડાની હાઇરાઇઝ સોસાયટીના ફ્લેટમાં લાગી ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નોઇડાના સેક્ટર-119માં આવેલી પ્રખ્યાત અરણ્ય સોસાયટીના એક રહેણાંક ફ્લેટમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સેક્ટર-113 પોલીસ સ્ટેશનની ટીમ અને ફાયર બ્રિગેડના અંદાજે છ જેટલા વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ ફ્લેટમાં એસી બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે ફ્લેટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજા થવાના અહેવાલ મળ્યા નથી અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store