મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના ડભોઈમાં ડીસેન્ટ્રલાઈઝ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે

વડોદરાના ડભોઈથી ગુજરાતમાં ગ્રીન એનર્જી મિશનની શરૂઆત થઈ છે. વડોદરાની એક અગ્રણી

વડોદરાના ડભોઈથી ગુજરાતમાં ગ્રીન એનર્જી મિશનની શરૂઆત થઈ છે. વડોદરાની એક અગ્રણી ખાનગી કંપનીએ ગુજરાત સરકાર સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.  આ અંતર્ગત રાજ્યવ્યાપી ડીસેન્ટ્રલાઈઝ કોમ્પ્રેસ્ડ બાયોગેસ  પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ગુજરાતનો પ્રથમ પ્લાન્ટ વડોદરા જિલ્લાના ડભોઈમાં સ્થાપિત કરાશે.  કૃષિ અવશેષોમાંથી સ્વચ્છ અને નવીનીકરણીય ઇંધણ તૈયાર કરવાના આ પ્રોજેક્ટથી વેસ્ટ ટુ બેસ્ટની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ પ્લાન્ટ વાર્ષિક લગભગ 36 મિલિયન ડીઝલ લિટર સમકક્ષ સ્વચ્છ ગેસ ઉત્પાદન કરશે અને અંદાજે 1 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ સમકક્ષ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરશે.

આ સમાચાર શેર કરો