VIDEO: વડોદરાના સમા રોડ પર કાર ચાલકે કાબૂ ગુમાવતા બેઝમેન્ટમાં ખાબકી મારુતિ વાન
વડોદરાના સમા રોડ પરથી એક ચોંકાવનારા અકસ્માતના દ્રશ્યો સામે આવ્

વડોદરાના સમા રોડ પરથી એક ચોંકાવનારા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આવેલા યોગી કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એક મારુતિ વાન અચાનક ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આ ગંભીર ઘટના સર્જાઈ હતી.વાન એટલી સ્પીડમાં હતી કે તે ધડાકાભેર બેઝમેન્ટમાં પડી હતી અને ત્યાં પાર્ક કરેલા અન્ય વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જોનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે વાનનો અડધો ભાગ બેઝમેન્ટમાં અને અડધો ભાગ રસ્તાની બાજુ પર લટકતો જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મારુતિ વાન સહિત નીચે પાર્ક કરેલી અન્ય મોટરસાયકલોને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.




