VIDEO: વડોદરાના ફતેગંજ બ્રિજ પર એકસાથે બે અકસ્માત: એસ.ટી. બસ અને કોર્પોરેશનની ગાડીએ વાહનોને લીધા અડફેટે
વડોદરા ફતેગંજ બ્રિજ પર ડબલ અકસ્માત ની ઘટના

વડોદરા ફતેગંજ બ્રિજ પર ડબલ અકસ્માત ની ઘટના સર્જાઈ છે,અમદાવાદ થી મહારાષ્ટ્રની બસ જઈ રહી હતી ત્યારે ફતેગંજ બ્રિજ ઉપરથી બ્રેક નહીં વાગતા ત્રણથી વધુ ગાડી અડફેટે આવી હતી, જેને પગલે વાહનો ને નુકશાન થયું છે, ઘટના ને પગલે અફરા તફરી મચી હતી, જ્યારે તે જ બ્રિજ ઉપર કોર્પોરેશનની ડ્રેનેજની ગાડીએ બે ગાડીઓને પાછળથી ટક્કર મારી હતી, એક સાથે બે અકસ્માત ની ઘટના સામે આવી હતી, બનાવ ને પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા, બન્ને બનાવ ને લઇ ને પાંચ જેટલી વાહનો ને નુકસાન થયું છે સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયો નથી




