મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગ, પીછો કરી ગોળી મારી હુમલો

વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર, બાઈક પર આ

વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર, બાઈક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી ગોળી મારી. ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગતા ગંભીર ઈજા પહોંચી. ઘટનાથી વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો.ઇજાગ્રસ્તને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી. હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ શરૂ. ફાયરિંગ પાછળનું કારણ જાણવા પોલીસની જુદી જુદી ટીમો સઘન તપાસમાં લાગી.

આ સમાચાર શેર કરો