ગુજરાતના મહિલા IPS લવિના સિન્હાના વિધાનસભામાં કેમ થયા વખાણ? જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV હેક કરીને વાયરલ કરનાર આરોપીઓ દબોચાયા છે. હ

ગુજરાતના રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV હેક કરીને વાયરલ કરનાર આરોપીઓ દબોચાયા છે. હોસ્પિટલના CCTV હેક કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધીને દબોચનાર અમદાવાદ સાયબર ક્રાઈમ મહિલા IPS અધિકારી ડો.લવિના સિન્હા છે.
મહિલા IPS ડો.લવિના સિન્હાની દમદાર કામગીરીને ગુજરાત વિધાનસભામાં પણ બિરદાવાઈ
પાયલ હોસ્પિટલના CCTV હેક કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધીને 3 હજાર કિમી દૂરથી મહિલા IPS ગુજરાત ઢસડી લાવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રીએ વિધાનસભામાં મહિલા IPSના આ કાર્યના વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલા IPS ડો.લવિના સિન્હાની દમદાર કામગીરીને ગુજરાત વિધાનસભામાં પણ બિરદાવવામાં આવી હતી. તમામ બાબત વિગતવાર વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો
રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના CCTV હેક કરીને ફૂટેજ વેચાણ કરવાનો પર્દાફાશ થયો હતો. અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પકડેલો પ્રજવલ તૈલી, સાંગલીનો પ્રજ પાટીલ અને યુ.પી.ના પ્રયાગરાજનો રહીશ ચંદ્રપ્રકાશ ફુલચંદ યુ-ટ્યૂબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ્સ બનાવીને મહિલાઓના બિભત્સ સીસીટીવી ફૂટેજ વીડિયો રૂ. 800થી 4000 રૂપિયામાં વેચતા હતા. યુઝર આઈડી, પાસવર્ડ આપીને માનસિક વિકૃતિ સંતોષવાના નામે કરોડોની કમાણીનું નેટવર્ક ચલાવતા હતા. સીસીટીવી હેક કરવામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદ મળતી હોવાની વિગતો પણ ખૂલી છે.
મહિલાઓના બિભત્સ સીસીટીવી ફૂટેજ વીડિયો રૂ. 800થી 4000 રૂપિયામાં વેચતા
યુ ટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પર રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના વિવિધ વિભાગોના સીસીટીવી ફુટેજના વિડીયો વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચની ટીમને આરોપીઓને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે.








