મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુષ્કર્મના આરોપી આસારામને સિવિલમાં VIP સુવિધા કેમ? ગેટ બંધ કરવામાં આવતા દર્દીઓ પરેશાન થયા

દુષ્કર્મ કેસના આરોપી આસારામને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ત

દુષ્કર્મના આરોપી આસારામને સિવિલમાં VIP સુવિધા કેમ? ગેટ બંધ કરવામાં આવતા દર્દીઓ પરેશાન થયા

દુષ્કર્મ કેસના આરોપી આસારામને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તેને VIP સુવિધા આપવામાં આવી હતી.આસારામના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડતા ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન આસારામના સમર્થકો તેમજ મીડિયા વચ્ચે બબાલ થઇ હતી. મીડિયાને રોકવામાં આવતા વિવાદ થયો હતો. બીજી તરફ ગેટ બંધ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પરેશાન થયા હતા.

સિવિલમાં દર્દીઓ પરેશાન થયા

આ ઘટનાની સૌથી ગંભીર અસર સામાન્ય દર્દીઓ પર પડી, જેઓ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ગેટ બંધ થવાને કારણે ઘણા દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડી, જેનાથી તેમની મુશ્કેલીઓ વધી. ખાસ કરીને, ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ અને તેમના સગાઓને આ અવ્યવસ્થાનો ભોગ બનવું પડ્યું.એક દર્દીના સગાએ જણાવ્યું, "અમે સવારથી રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ ગેટ બંધ હોવાથી અંદર જઈ શક્યા નથી. આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોનું શું થાય?"આ ઘટનાએ સિવિલ હોસ્પિટલના વહીવટ પર પણ સવાલો ઉભા કર્યા છે

ચાર કલાક આસારામની તપાસ ચાલી

આસારામને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો. આસારામના મેડિકલ ચેકઅપને લઇને સુપ્રિટેડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે, આસારામને 10.30 વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યા હતા. જોધપુર કોર્ટનો લેટર છે જેમાં આસારામને મેડિકલ ચેકઅપ કરવાનો લેટર છે. મેડિકલ ચેકઅપ માટે કાર્ડિયોલોજી, ન્યુરોલોજિસ્ટ અને મેડિસિન હેડ, નેફ્રોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, યુરોલોજિસ્ટનો ઓપિનિયન લેવામાં આવ્યો છે. આસારામનું ઇકો,કાર્ડિયોગ્રામ, એક્સરે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું છે.સિવિલના સુપ્રિટેડન્ટે જણાવ્યું કે રિપોર્ટ આવ્યા બાદ આસારામનું મેડિકલ બોર્ડ રિપોર્ટ તૈયાર કરાશે. આસારામની અંદાજિત 4 કલાક જેટલી તપાસ ચાલી છે. 

આસારામને VIP સુવિધા

આસારામને VIP સુવિધા આપવા મામલે રાકેશ જોશીએ કહ્યું કે, આસારામને કોઇ VIP સુવિધા આપવા માં આવી નથી. વધુ લોકો એકઠા થયા એટલે ગેટ બંધ કરવામાં આવ્યા હતા. આસારામ સાથે રિપોર્ટ સમયે કોઇ વ્યક્તિ હાજર નહતું. અમે પોલીસને પણ જાણ કરી હતી અને બંદોબસ્ત પણ માંગ્યો હતો. આસારામ માટે બેડ અને નવી ચાદર આપવામાં આવી હતી.

એક જ જગ્યાએ તમામ ડૉક્ટરોને બોલાવીને ચેકઅપ કરી VVIP સુવિધા અપાઇ હતી. આસારામની કાર પણ ઇમરજન્સીમાં આવતી એમ્બ્યુલન્સની જગ્યાએ પાર્ક કરાઇ હતી. સિવિલ હોસ્પિટલ ખાસે ટ્રોમા સેન્ટરમાં આવનાર દર્દીઓ હેરાન-પરેશાન થયા હતા.

આ સમાચાર શેર કરો