VIDEO: આસારામના અનુયાયીઓએ Civilમાં કરી મીડિયાકર્મીઓ સાથે ધક્કામૂકી, હોસ્પિટલે નવી વ્હિલચેર અને ચાદર બિછાવી
દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલો આસારમને આજે મેડિકલ તપાસ માટે સવારે
દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલો આસારમને આજે મેડિકલ તપાસ માટે સવારે 10.45 કલાકે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલ માં VVIP ટ્રીટમેન્ટ મળી હોવાનું સામે આવ્યું છે. આસારામ માટે નવી વ્હીલચેર અને નવી ચાદર બિછાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ.
મેડિકલ સર્ટિફિકેટના તપાસ માટે આસારામ સિવિલ પહોંચ્યો
આસારામના 7 ઓગસ્ટ જામીન પુરા થતા મેડિકલના કારણે 21 ઓગસ્ટ સુધીના જામીન ગ્રાહ્ય રખાયા હતા. જામીન માટે મૂકવામાં આવેલા મેડિકલ સર્ટી અને અન્ય બાબતની તપાસ કરવા પણ કોર્ટ જણાવ્યું હતું. આસારામના જામીન અંગે 21 ઓગસ્ટે કોર્ટ વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારે આજે મેડિકલ સર્ટિફિકેટના તપાસ માટે આસારામ સિવિલ પહોંચ્યો હતો.
આસારામના અનુયાયીઓએ મીડીયા કર્મીઓને ધક્કા માર્યા
આસારામના અનુયાયીઓએ મીડીયા કર્મીઓને ધક્કા માર્યા અને ગેરવર્તણૂંક કરી હતી. આસારામનું 13 નંબરના OPDમાં મેડિકલ થયું હતું. તો બીજી તરફ ઇમરજન્સીમાં દર્દીઓ આવે તે ટ્રોમા સેન્ટરના ગેટ બંધ કર્યો હતો. આસારામ માટે નવી ચાદર અને નવી વ્હિલચેરની હોસ્પિટલે વ્યવસ્થા કરી હતી. સામાન્ય દર્દીઓ ધક્કે ચઢ્યા હતા.





