VIDEO: આસારામને મળી સિવિલમાં VVIP ટ્રીટમેન્ટ!, હોસ્પિટલ સ્ટાફને બે કલાક ગેટ પાસે ઉભો રાખવામાં આવ્યો
અમદાવાદમાં આસારામની તબિયત બગડતા સિવિલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં દોષિત અને
અમદાવાદમાં આસારામની તબિયત બગડતા સિવિલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલો આસારમને આજે મેડિકલ તપાસ માટે સવારે 10.45 કલાકે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલ માં VVIP ટ્રીટમેન્ટ મળી હોવાનું સામે આવ્યું છે. આસારામ માટે નવી વ્હીલચેર અને નવી ચાદર બિછાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
ટ્રોમા સેન્ટરનો ગેટ પણ બંધ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ સ્ટાફને બે કલાક સુધી ગેટ પાસે ઉભો રાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમનો ટ્રોમા સેન્ટરનો ગેટ પણ બંધ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય દર્દીઓ હોસ્પિટલમાં ધક્કે ચઢ્યા જ્યારે દુષ્કર્મના આરોપીને VIP સુવિધા મળી. આસારમ માટે એક જ જગ્યે તમામ ડૉકટરને બોલાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલનું તંત્ર આસારામ સામે ઘુંટણિયે પડી ગયું હોય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
આસારામના 7 ઓગસ્ટ જામીન પુરા થતા મેડિકલના કારણે 21 ઓગસ્ટ સુધીના જામીન ગ્રાહ્ય રખાયા હતા. જામીન માટે મૂકવામાં આવેલા મેડિકલ સર્ટી અને અન્ય બાબતની તપાસ કરવા પણ કોર્ટ જણાવ્યું હતું. આસારામના જામીન અંગે 21 ઓગસ્ટે કોર્ટ વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારે આજે મેડિકલ સર્ટિફિકેટના તપાસ માટે આસારામ સિવિલ પહોંચ્યો હતો.






