મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ બની, કોણ ઇન-કોણ આઉટ થશે; મંત્રી મંડળનો તખ્તો તૈયાર

મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઇ રહી છે. ગુજરાતમાં આવતીકાલે શુક્રવાર સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મ

ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ બની, કોણ ઇન-કોણ આઉટ થશે; મંત્રી મંડળનો તખ્તો તૈયાર

મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઇ રહી છે. ગુજરાતમાં આવતીકાલે શુક્રવાર સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મંત્રીઓનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. શુક્રવારે વિજય મુહુર્તમાં મહાત્મા મંદિરમાં શપથગ્રહણ યોજાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. ભવ્ય શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. જોકે, અત્યારે તો એક જ ચર્ચા છે કે, કોને મંત્રીપદ મળશે અને કોનું મંત્રીપદ છિનવાશે.

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓ બની શકે છે મંત્રી

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી બની શકે છે. જયેશ રાદડિયા,અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોરના મંત્રી બનવાની શક્યતાઓ પ્રબળ લાગી રહી છે. આ  નેતાઓ એક સમયે કોંગ્રેસમાં હતા અને પછી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા.

ક્યા મંત્રી યથાવત રહેશે

બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયા

ક્યા મંત્રીની વિદાય નક્કી

કનુ દેસાઇ, કુબેર ડિંડોર,ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુકેશ પટેલ, ભાનુબેન બાબરીયા, પરસોત્તમ સોલંકી, મૂળુ બેરા, કુવરજી હળપતિ

કોને મંત્રી પદ મળશે

જયેશ રાદડીયા,અર્જુન મોઢવાડીયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, હીરા સોલંકી, કેયુર રોકડીયા, સંજય કોરડીયા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, પ્રધ્યુમન વાઝા, શંકર ચૌધરી

આ સમાચાર શેર કરો