મંત્રીમંડળના વિસ્તરણને લઇ જે. પી. નડ્ડા આવશે ગુજરાત, જાણો કોનું પત્તુ કપાશે અને કોણ બનશે મંત્રી?
ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત બદલાવ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કેબિનેટનો વિસ્ત

ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત બદલાવ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કેબિનેટનો વિસ્તાર થવાનું હવે નક્કી છે. સુત્રો અનુસાર 10થી 11 વર્તમાન મંત્રીઓને હટાવવામાં આવી શકે છે જ્યારે 14થી 16 નવા ચહેરાને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે. ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની રાજભવનમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે મળતી માહિતી મુજબ આ મંત્રી મંડળના વિસ્તરણને લઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત દિલ્હીથી ભાજપના અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે.
અમિત શાહ અને જે. પી. નડ્ડા રહેશે હાજર
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે પાટનગર ગાંધીનગર આવશે, જ્યાં તેઓ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. આ સાથે મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્ર્મમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.
નવી કેબિનેટની બ્લૂ પ્રિન્ટ ફાઇનલ
સુત્રોનું કહેવું છે કે 16 ઓક્ટોબરે સાંજ સુધી આ જાહેરાત થઇ શકે છે. 15 ઓક્ટોબરે જગદીશ વિશ્વકર્માના રાજકોટમાં કાર્યક્રમને કારણે 16 ઓક્ટોબરે જાહેરાત થશે. તે બાદ 18 ઓક્ટોબરે શપથગ્રહણ યોજાઇ શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે સોમવાર સાંજે યોજાયેલી બેઠકમાં નવો કેબિનેટ ઢાંચો લગભગ નક્કી કરી લેવામાં આવ્યો છે. આશા છે કે વિસ્તારના તરત બાદ નવી કેબિનેટની બેઠક થશે જેમાં વિભાગોને વહેંચણી કરવામાં આવી શકે છે.
મંત્રી મંડળમાં સંભવિત ફેરફાર
ક્યા મંત્રી યથાવત રહેશે
બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયા
ક્યા મંત્રીની વિદાય નક્કી
કનુ દેસાઇ, કુબેર ડિંડોર,ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુકેશ પટેલ, ભાનુબેન બાબરીયા, પરસોત્તમ સોલંકી, મૂળુ બેરા, કુવરજી હળપતિ
કોને મંત્રી પદ મળશે
જયેશ રાદડીયા,અર્જુન મોઢવાડીયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, હીરા સોલંકી, કેયુર રોકડીયા, સંજય કોરડીયા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, પ્રધ્યુમન વાઝા, શંકર ચૌધરી








