ગુજરાતમાં નવા મંત્રીમંડળની આવતીકાલે સવારે શપથવિધિ, મંત્રીઓને રાજીનામા આપવા આદેશ
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 17 ઓક્ટોબરે શપથવિધિ યોજાઈ શકે છે. આ મોટા ફેરફારના સંકેતો વચ્ચે રાજધાની ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.સંભવિત વિસ્તરણના પગલે ભાજપ દંડક કાર્યાલય દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક બે દિવસમાં ગાંધીનગર આવી જવાની સૂચના આપી દેવામાં આવી છે. મંત્રીઓને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે.
પદનામિત મંત્રીઓનો શપથ વિધિ કાર્યક્રમ આવતીકાલે યોજાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ કાર્યક્રમ આવતીકાલે યોજાશે.૧૭ ઓક્ટોબરે સવારે ૧૧ .૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
દિવાળીના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો હવે ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે.મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક પણ નથી મળી અને તેને રદ કરવામાં આવી હોવાની ચર્ચા છે. આજે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ ધારાસભ્યો સાથે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક કરી શકે છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ગુજરાત આવે તેવી ચર્ચા જાગી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ અનિવાર્ય રીતે ટૂંકાવવાનો નિર્ણ
.ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓની વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ અનિવાર્ય રીતે ટૂંકાવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યપાલ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે હતા. કુરુક્ષેત્રનો પ્રવાસ 16 ઓક્ટોબર સુધીનો હતો.મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મંત્રીઓ મંગળવાર અને બુધવારે એમ બે દિવસ સ્વર્ણિમ સંકુલમાં ગેરહાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 11 વાગ્યે મુંબઈ જવાના હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેઓ બપોરે 3 વાગ્યે પરત ફરી શકે છે.
મંત્રી મંડળમાં સંભવિત ફેરફાર
ક્યા મંત્રી યથાવત રહેશે
બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયા
ક્યા મંત્રીની વિદાય નક્કી
કનુ દેસાઇ, કુબેર ડિંડોર,ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુકેશ પટેલ, ભાનુબેન બાબરીયા, પરસોત્તમ સોલંકી, મૂળુ બેરા, કુવરજી હળપતિ
કોને મંત્રી પદ મળશે
જયેશ રાદડીયા,અર્જુન મોઢવાડીયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, હીરા સોલંકી, કેયુર રોકડીયા, સંજય કોરડીયા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, પ્રધ્યુમન વાઝા, શંકર ચૌધરી








