Vadodara: સોમા તળાવ રોડ પર VMCની મોટી કાર્યવાહી, બે ટ્રક ભરી હંગામી ધોરણે દબાણો કર્યા દૂર
વડોદરા મહાનગરપાલિકાની ટીમે સોમા તલાવા ખાતેના રોડ પર ગેરકાયદેસર ઊભા કરે

વડોદરા મહાનગરપાલિકાની ટીમે સોમા તલાવા ખાતેના રોડ પર ગેરકાયદેસર ઊભા કરેલા દબાણ પર મોટી કાર્યવાહી કરી હતી . પોલીસતંત્રની ટીમ સાથે વિસ્તારમાંથી લારી ગલ્લાઓ દૂર કરી બે ટ્રક જેટલો સામાન જપ્ત કરી હંગામી ધોરણે કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકાના કહેવા પ્રમાણે શહેરના અન્ય વિસ્તારોમાં ચાલી રહેલી દબાણ હટાવવાની પ્રક્રિયાનો આ કાર્યવાહી એક ભાગ છે.
બે ટ્રક ભરીને દબાણો કરાયા દૂર
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમે સોમા તળાવ ખાતે રોડલાઇનમાં અવરોધ ઊભા કરતાં ગેરકાયદે દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી. આ કામગીરીમાં વોર્ડ નંબર 16ની ટીમ અને પોલીસ તંત્રનો સહયોગ લેવામાં આવ્યો. વોર્ડ નંબર 16ના ભાડા ક્લાર્ક હર્ષ પુરવ્યાની આગેવાનીમાં ટીમે સોમા તળાવ વિસ્તારમાંથી છથી વધુ લારી-ગલ્લાઓ દૂર કરી, બે ટ્રક ભરીને હંગામી સામાન જપ્ત કર્યો હતો.
સોમા તળાવથી ગુરુકલ ચાર રસ્તા સુધી દબાણો કરાયા દૂર
આ કાર્યવાહી શહેરના અન્ય વિસ્તારોમાં ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશનો ભાગ છે, જેનો હેતુ રસ્તાઓ પરના અવરોધો દૂર કરી જાહેર સલામતી અને વ્યવસ્થા જાળવવાનો છે. સોમા તળાવ ખાતેની કામગીરી બાદ ટીમે બપોરે ગુરુકુલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરવાનું આયોજન કર્યું હતું.








