મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેતપુર - સોમનાથ હાઇવે પર ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, જાણો શું છે સમગ્ર વિવાદ

રાજ્યના જેતપુર - સોમનાથ હાઇવે પર ગ્રામજનોએ ચક્કાજમ કર્યો હતો. આ ચક્કાજામથી તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઈ

જેતપુર - સોમનાથ હાઇવે પર ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, જાણો શું છે સમગ્ર વિવાદ

રાજ્યના જેતપુર - સોમનાથ હાઇવે પર ગ્રામજનોએ ચક્કાજમ કર્યો હતો. આ  ચક્કાજામથી તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઈ હતી. વંથલીના ટીનમસ ફાટક પાસે સર્કલની માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

 ટીનમસ ફાટક પાસે સર્કલ બનાવવાની માંગ કરવામાં આવી

સ્થાનિકોની માંગ છે કે ઘણા લાંબા સમયથી ટીનમસ ફાટક પાસે સર્કલ બનાવવાની માંગ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ માર્ગ પર ચક્કાજામ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપે રામ પ્યારેને હોદ્દા પરથી હટાવી દીધા, વોર્ડ પ્રમુખ બનવા માટે આપ્યા હતા ખોટા દસ્તાવેજો

મામલતદારે ટૂંક સમયમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની આપી ખાતરી

આ બાદ મામલતદારે ટૂંક સમયમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની ગ્રામજનોને ખાતરી આપી.આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી આપી છે.

આ સમાચાર શેર કરો