મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ભાજપે રામ પ્યારેને હોદ્દા પરથી હટાવી દીધા, વોર્ડ પ્રમુખ બનવા માટે આપ્યા હતા ખોટા દસ્તાવેજો

અમદાવાદ ભાજપમાં આંતરીક વિખવાદ વધુ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના કુબેરનગર વોર્ડ પ્રમુખ પદે ભાજપે રામ પ્ય

અમદાવાદ: ભાજપે રામ પ્યારેને હોદ્દા પરથી હટાવી દીધા, વોર્ડ પ્રમુખ બનવા માટે આપ્યા હતા ખોટા દસ્તાવેજો

અમદાવાદ ભાજપમાં આંતરીક વિખવાદ વધુ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના  કુબેરનગર વોર્ડ પ્રમુખ પદે ભાજપે રામ પ્યારે ઠાકુરની નિમણૂ કરતાં જ વિવાદ ઉઠ્યો હતો. ત્યારે ભાજપે રામ પ્યારેને વોર્ડ પ્રમુખના હોદ્દા પરથી હટાવી દીધા છે. વાત એમ છે કે રામ પ્યારેની જન્મતારીખને લઈ વિવાદ ઉઠ્યો હતો.

 જન્મ તારીખમાં પાંચ વર્ષનો તફાવત

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને જન્મના પ્રમાણ પત્રમાં જન્મ તારીખમાં પાંચ વર્ષનો તફાવત હતો. જે અંગે પ્રદેશ ભાજપમાં રજૂઆત કરાઈ હતી. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું હતું કે તમામ  દસ્તાવેજ ખોટા નિકળ્યા હતા. 

આ પણ વાંચો: રાજકોટ: વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો, પોલીસે 5 શખ્સો વિરુદ્ધ દાખલ કર્યો ગુનો

પક્ષે રામ પ્યારે ઠાકુર સામે સખ્ત પગલાં લીધા

દસ્તાવેજો ખોટા સાબિત થાય બાદ પક્ષે રામ પ્યારે ઠાકુર સામે સખ્ત પગલાં લીધા હતા. અમદાવાદમાં હવે નવા વોર્ડના પ્રમુખોની આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે.  

આ સમાચાર શેર કરો