મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં 5 કિલોની પાઘડી પહેરી ગરબે ઘૂમ્યા વિજય ડાભી, મળ્યું ₹21 હજારનું ઇનામ

કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં 5 કિલોની પાઘડી પહેરી ગરબે ઘૂમ્યા વિજય ડાભી, મળ્યું ₹21 હજારનું ઇનામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશનું નામ રોશન કરનાર કેપ્ટન સ્મિત મચ્છર પ્રત્યે આદર અને ગૌરવ વ્યક્ત કરવા માટે અમદાવાદના ગરબારસિક વિજય ડાભીએ અનોખી પહેલ કરી છે. તેમણે કેપ્ટન સ્મિત મચ્છરના ફોટોગ્રાફથી શણગારેલી પાંચ કિલોની વિશિષ્ટ પાઘડી તૈયાર કરી તેમને અનોખી રીતે સલામ કરી છે. આ પાઘડી પહેરીને વિજય ડાભીએ અમદાવાદના ઉમિયા ફાર્મ પાર્ટી પ્લોટમાં યોજાયેલા ‘કેસરી રાત ફરી એકવાર’ ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમી કેપ્ટન સ્મિત મચ્છર પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો.

કેપ્ટન સ્મિત મચ્છરના ફોટોગ્રાફથી શણગારેલી પાઘડી

વિજય ડાભી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પાઘડીની વિશેષતા એ છે કે તેમાં કેપ્ટન સ્મિત મચ્છરના અનેક ફોટોગ્રાફ લગાવવામાં આવ્યા છે. પાંચ કિલો વજન ધરાવતી આ પાઘડી માત્ર શણગારની વસ્તુ નથી, પરંતુ દેશ પ્રત્યેના સન્માન, ગૌરવ અને સાહસને સલામ કરવાનું પ્રતીક બની છે.

વિજય ડાભીએ જણાવ્યું હતું કે, “આ પાઘડી માત્ર પાઘડી નથી, પરંતુ દેશનું સન્માન છે. કેપ્ટન સ્મિત મચ્છરે પ્લેનમાં સવાર 180 યાત્રિકો અને તેમના પરિવારના હજારો લોકોના જીવન બચાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આયોજક અતુલ રાવલે ₹21 હજારના ઇનામથી કર્યું સન્માન

 ગરબા મહોત્સવ દરમિયાન વિજય ડાભી આ વિશિષ્ટ પાઘડી પહેરીને ગરબે ઝૂમ્યા હતા. તેમની આ અનોખી પહેલની નોંધ લઈને કાર્યક્રમના આયોજક અતુલ રાવલે વિશિષ્ટ પાઘડી તૈયાર કરવા બદલ વિજય ડાભીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમને ₹21,000નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો