મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુખી ડેમ છલોછલ છતાં ખેડૂતો પાણી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ સહિત 40થી વધુ ગામોના ખેડૂતો હાલ સિંચાઈના પાણી માટે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ સુખી ડેમ પાણીથી છલોછલ ભરેલો છે, પરંતુ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે. કપાસ અને ડાંગર જેવા પાકને બચાવવા માટે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો