મિડલ ક્લાસની પહેલી પસંદ બની આ દમદાર SUV, શોરૂમ પર ખરીદવા માટે લાગી લોકોની લાઈન

મારુતિ સુઝુકીની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી Brezzaએ ઇન્ડિયન ઓટો માર્કેટમાં વધુ એક મોટું મુકામ હાંસલ કર્યું છે. 2016માં લૉન્ચ થયેલા આ મૉડેલે અત્યાર સુધી કુલ 15 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. આ ઉપલબ્ધિ બ્રેઝાને દેશના સૌથી સફળ કોમ્પેક્ટ એસયુવી મૉડેલ્સમાં સામેલ કરે છે. જુલાઈ 2026માં લૉન્ચ થયેલા ફેસલિફ્ટેડ વર્ઝનને પણ જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર નવી બ્રેઝાને અત્યાર સુધી એક લાખથી વધુ બુકિંગ્સ પ્રાપ્ત થઈ ચૂક્યા છે.
નવી ડિઝાઇન, બેસ્ટ ફીચર્સ, નવું ટર્બો એન્જીન અને ફાઇવ-સ્ટાર સેફ્ટી રેટિંગ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે. ટાટા નેક્સૉન, હ્યુંડાઇ વેન્યુ અને કિયા સૉનેટ જેવા કમ્પીટર્સ વચ્ચે બ્રેઝા પોતાની વિશ્વસનીયતા, માઇલેજ અને પ્રાઇસ-પર્ફોર્મન્સને કારણે મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. તહેવારોની સિઝનમાં ડિમાન્ડ વધુ વધવાની અપેક્ષા છે. અહીં જાણો સેલ્સ રિપોર્ટથી લઈને એન્જીન અને માઇલેજ સુધીની ડિટેલ્સ વિશે...
Maruti Brezzaની સેલ્સ રિપોર્ટ
બ્રેઝાનું કુલ વેચાણ હવે 15 લાખ યુનિટ્સને પાર પહોંચી ગયું છે. 2016થી અત્યાર સુધી આ મૉડેલ સતત ટૉપ-સેલિંગ કોમ્પેક્ટ એસયુવીમાં સામેલ રહ્યું છે. જુલાઈ 2026માં આવેલા અપડેટેડ વર્ઝનને માત્ર થોડા જ મહિનાઓમાં એક લાખથી વધુ બુકિંગ્સ મળી ગયા છે. બુકિંગ્સમાં સીએનજી વિકલ્પ આશરે 40 ટકા, નવું ટર્બો પેટ્રોલ 38 ટકા અને 1.5 લીટર પેટ્રોલ 22 ટકા હિસ્સેદારી ધરાવે છે. કંપની પ્રોડક્શન વધારી રહી છે.
ડિઝાઇન ડિટેલ
નવી બ્રેઝાનું ફ્રન્ટ ડિઝાઇન અપડેટેડ ગ્રીલ, સ્મોક્ડ ક્રોમ ફિનિશ, રિવાઇઝ્ડ બમ્પર અને સિલ્વર સ્કિડ પ્લેટ સાથે વધારે આકર્ષક દેખાય છે. ડ્યુઅલ એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને એલઇડી ડીઆરએલ યથાવત છે. સાઇડમાં નવા 16 ઇંચ ડ્યુઅલ-ટોન અલૉય વ્હીલ્સ અને અપડેટેડ ક્લેડિંગ આપવામાં આવ્યા છે. રિયરમાં રિડિઝાઇન કરેલી એલઇડી ટેલ લેમ્પ અને બમ્પરમા ફેરફાર કરવામાં આવ્યા છે. તેને બે નવા કલર ઑપ્શન- વિવેસિયસ ઓરેન્જ અને લસ્ટર્સ બેજ સાથે રજૂ કરવામાં આવી છે.
કેબિન અને કમ્ફર્ટ
ઇન્ટીરિયરમાં ડ્યુઅલ-ટોન ડાર્ક બ્રાઉન અને બ્લેક થીમ સાથે મેટાલિક સૉફ્ટ-ટચ ઇન્સર્ટ અને પિયાનો બ્લેક ડિટેલિંગ આપવામાં આવી છે. સીટ્સ પર બ્રાઉન લેધર અપહોલ્સ્ટરી અને રિયરમાં વિંગ હેડરેસ્ટઉપલબ્ધ છે. 10.1 ઇંચનું મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે આવે છે. અન્ય ફીચર્સમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, PM 2.5 એર ફિલ્ટર, વાયરલેસ ચાર્જર, સનરૂફ, હેડ્સ-અપ ડિસ્પ્લે અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી સામેલ છે.
સેફ્ટી ડિટેલ
મારુતિ બ્રેઝાને સેફ્ટીમાં ભારત NCAP તરફથી ફાઇવ-સ્ટાર રેટિંગ મળ્યું છે. 6 એરબેગ્સ, ESC, હિલ હોલ્ડ અસિસ્ટ, 360 ડિગ્રી કેમેરા, ફ્રન્ટ-રિયર પાર્કિંગ સેન્સર, TPMS, બ્લાઇન્ડ સ્પૉટ વોર્નિંગ અને રિયર ક્રૉસ-ટ્રાફિક અલર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
એન્જીન અને માઇલેજ
એન્જીન ઑપ્શનમાં 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ (103 PS, 139 Nm) 6-સ્પીડ મૅન્યુઅલ/ઑટોમેટિક સાથે ઉપલબ્ધ છે. નવું 1.0 લીટર બૂસ્ટરજેટ ટર્બો પેટ્રોલ 110 PS અને 170 Nm પાવર આપે છે, જે ફક્ત 6-સ્પીડ મૅન્યુઅલ સાથે આવે છે. સીએનજી વર્ઝનમાં અંડરબૉડી ટેન્કને કારણે બૂટ સ્પેસ 328 લીટર યથાવત રહે છે.
માઇલેજના આંકડાઓ પર નજર કરીએ તો, 1.5 લીટર પેટ્રોલમાં 20.17 થી 21.09 કિમી/લીટર, ટર્બોમાં 19.96 થી 20.47 કિમી/લીટર અને સીએનજીમાં 26.90 કિમી/કિગ્રા છે. તેની એક્સ શોરૂમ કિંમત 7,49,900 રૂપિયાથી શરૂ થાય છે.








