Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Severe petrol and diesel shortage in this country amidst Middle East tensions: Fuel has run out at one in every nine pumps

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે આ દેશમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: દર 9માંથી 1 પંપ પર ઈંધણ ખૂટ્યું

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે આ દેશમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: દર 9માંથી 1 પંપ પર ઈંધણ ખૂટ્યું
સોર્સ : gstv

 મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદ બાબ અલ મંદેબમાંથી પણ ઓઈલનો સપ્લાય ખોરવાતા હવે દુનિયાભરમાં તેની અસર દેખાવા લાગી છે. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર આકાશ આંબી રહ્યા છે ત્યાં અમેરિકામાં ડીઝલના ભાવ મોંઘા થઇ ગયા છે. આ સૌની વચ્ચે યુરોપના શક્તિશાળી દેશમાં ઈંધણની ભારે અછત વર્તાઈ રહ્યાના અહેવાલ સામે આવ્યા છે.

App Store

ફ્રાન્સમાં ભયંકર ઓઈલ સંકટ

મળતી માહિતી અનુસાર યુરોપના ફ્રાન્સમાં ઈંધણ સંકટ ઘેરાયું છે. એવી હાલત છે કે દેશના દર 9માંથી 1 પેટ્રોલ પંપ પર હવે પેટ્રોલ-ડીઝલનો સ્ટૉક પતી ગયો છે. ઈંધણના સપ્લાયમાં ગરબડ થવાને કારણે પ્રજા પર મોંઘવારીનો બોજો આવી ગયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશ આંબવા લાગી છે. ખાસ કરીને ડીઝલની કિંમત પ્રતિ લીટર 2.39 યુરોને વટાવી ગઇ છે. લગભગ રાષ્ટ્રીય સ્તરે ઈંધણની કિંમતોએ પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે.

પહેલીવાર આવી ભયાનક સ્થિતિ જોઈ

ફ્રાન્સમાં ઈંધણ સંકટને કારણે ડીઝલની કિંમતો તો આકાશ આંબી જ રહી છે પણ એની સાથે સાથે દેશભરમાં 11 ટકા પેટ્રોલ પંપ એટલે કે દર 9 માંથી 1 પર ઈંધણનો સ્ટૉક જ નથી. મોટાભાગના પેટ્રોલ પંપ લાંબી લાંબી લાઈનો દેખાઈ રહી છે અને સ્થિતિ વિકટ થતી જઇ રહી છે. પ્રાદેશિક સ્તરની વાત કરીએ ગ્રાન્ડ એસ્ટ શહેરમાં 16%, સેન્ટર વૉલ ડે લોઈરે અને ઓક્સિટોનીમાં 14% તથા પેસ ડે લા લોઈરેમાં 13% જેટલા ફ્યુલ સ્ટેશનોના પાટીયા પડી ગયા છે. આ સૌની વચ્ચે ફ્રાન્સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોને G-7 દેશોને અપીલ કરી છે કે ઈમરજન્સી ઓઈલ રિઝર્વમાંથી ફ્રાન્સને તાત્કાલિક ધોરણે ઈંધણ સપ્લાય કરવામાં આવે. આ મામલે G-7 દેશોની બેઠક બોલાવવા પણ આહ્વાન કરાયું છે.