Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 4 things to keep hidden from partner for a happy marriage!

ચાણક્ય નીતિ: સુખી લગ્નજીવન માટે પાર્ટનરથી છુપાવીને રાખવી જોઈએ આ 4 બાબતો!

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ચાણક્ય નીતિ: સુખી લગ્નજીવન માટે પાર્ટનરથી છુપાવીને રાખવી જોઈએ આ 4 બાબતો!
સોર્સ : gstv

લગ્નનો સંબંધ માત્ર બે લોકોનો જ નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સમજદારીનું અટૂટ બંધન હોય છે. આજકાલ અવારનવાર એ સલાહ આપવામાં આવે છે કે પતિ-પત્ની વચ્ચે પૂરેપૂરી પારદર્શિતા હોવી જોઈએ અને કોઈ પણ રહસ્ય છુપાવવું ન જોઈએ. પરંતુ, મહાન કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યના વિચારો આ મામલે થોડા અલગ હતા.

App Store

ચાણક્ય નીતિ પ્રમાણે ભલે તમારું વૈવાહિક જીવન ગમે તેટલું ખુશહાલ કેમ ન હોય, કેટલીક વાતો એવી હોય છે જેને પોતાના સુધી જ સીમિત રાખવી વધારે સમજદારી છે. આ વાતો છુપાવવાનો હેતુ કોઈને દગો આપવાનો નથી, પરંતુ સંબંધની શાંતિ જાળવી રાખવાનો છે. ચાલો જાણીએ ચાણક્ય અનુસાર તે કઈ 4 વાતો છે જેને છુપાવી રાખવામાં જ ભલાઈ છે.

દાન-પુણ્યનો ન કરો દેખાડો

સનાતન ધર્મમાં દાનને ખૂબ જ પવિત્ર કામ માનવામાં આવ્યું છે, પરંતુ શરત એ છે કે તે નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે. ચાણક્ય કહે છે કે જો તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરી છે, તો તેનો ઉલ્લેખ તમારી પત્ની કે કોઈ પણ વ્યક્તિ સાથે ન કરો. દાનનો દેખાડો કરવાથી તેનું અસલી પુણ્ય ખતમ થઈ જાય છે.

નિષ્ફળતા કે અપમાનનું રોદણું ન રોવો

નોકરી કે બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. ચાણક્ય નીતિ કહે છે કે જો તમને કામમાં ભારે નુકસાન થયું છે કે કોઈએ તમારું અપમાન કર્યું છે, તો તેનો બધો બોજ તરત જ તમારા જીવનસાથી પર ન નાખો. તેનાથી પરિવારમાં કારણ વગરનો તણાવ વધે છે. પહેલા જાતે પરિસ્થિતિને સમજો, માનસિક રીતે મજબૂત બનો અને પછી યોગ્ય સમયે ચર્ચા કરો.

તમારી સૌથી મોટી નબળાઈનો ઉલ્લેખ ક્યારેય ન કરો

ભલે જીવનસાથી સાથે તમારો સંબંધ ખૂબ મજબૂત હોય, પરંતુ તમારી દરેક નાની-મોટી નબળાઈ કે ઊંડા ડરનો ખુલાસો કરવાનું ટાળવું જોઈએ. ચાણક્ય નીતિ પ્રમાણે ઘણી વાર મનમોટાવ કે બહેસ દરમિયાન ગુસ્સામાં આવીને તમારો પાર્ટનર તે જ નબળાઈને મેણા-ટોણા તરીકે ઉપયોગ કરી શકે છે, જેનાથી તમને ઊંડો આઘાત પહોંચશે

તમારી પૂરી બચતની જાણકારી

ઘરનો ખર્ચ મળીને ચલાવવો સારી વાત છે, પરંતુ ચાણક્ય નીતિ નાણાંની બચત પર ખાસ ભાર આપે છે. તેમના મતે પોતાની ગુપ્ત બચત કે ભવિષ્ય માટે રાખેલા પૈસાના એક-એક પાઈનો હિસાબ શેર કરવો જરૂરી નથી. આનું મુખ્ય કારણ એ છે કે બિનજરૂરી વેડફાટ ન થાય અને ખરાબ સમયમાં તમારી પાસે એક મજબૂત બેકઅપ તૈયાર રહે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:GSTV NewsGujarati News