મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને કોસાડ આવાસમાંથી વિજિલન્સે 6 મહિનામાં બીજીવાર ઝડપ્યું જુગારધામ

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં ચાલતા સલીમ શાહના જુગારના અડ્ડા પર રેડ પડી હતી. સ્થાનિક પોલીસ ઊંધતી રહીને ગા

સુરત/ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને કોસાડ આવાસમાંથી વિજિલન્સે 6 મહિનામાં બીજીવાર ઝડપ્યું જુગારધામ

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં ચાલતા સલીમ શાહના જુગારના અડ્ડા પર રેડ પડી હતી. સ્થાનિક પોલીસ ઊંધતી રહીને ગાંધીનગરની વિજિલન્સની ટીમે 6 મહિનામાં બીજીવાર દરોડા પાડી 6 રાઇટર સહિત 23 જુગારીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા જુગારીઓ પાસેથી 47,360ની રોકડ, 18 મોબાઇલના રૂ.78 હજાર, સાત વાહનોના રૂ.2.45 લાખ સહિત 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

23 જુગારી ઝડપાયા

જુગારના અડ્ડા ચલાવતો કોસાડ આવાસનો સૂત્રધાર સલીમ કરીમ શાહ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી પુરી થયા પછી બે દિવસથી અમરોલીના કોસાડ આવાસમાં પૂરજોશમાં આ જુગારના અડ્ડા શરૂ થયું હતું. વિજિલન્સે આવાસમાં ચારેય બાજુથી કોર્ડન કરી રેડ પાડી ત્યારે 50થી વધુ જુગારીઓ ચકલી, પોપટ સહિતના ચિત્રો પર જુગાર રમતા હતા. રેડને પગલે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે 23 જુગારીઓ વિજિલન્સના હાથમાં આવી ગયા હતા. 

6 મહિનામાં બીજી વાર રેડ

6 મહિના પહેલા આ જુગારના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી હતી. તે વખતે પણ 24 જુગારીઓ લાખોની રકમ સાથે પકડાયા હતા.ગાંધીનગરથી વિજિલન્સે બીજીવાર ફરી વખત અમરોલીના કોસાડ આવાસમાં રેડ કરી છતાં આ જુગારના અડ્ડાની અમરોલી પોલીસને ખબર કેમ ન પડી તે એક તપાસનો વિષય છે. આ સાથે અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.

આ સમાચાર શેર કરો