મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Vadodara માં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઠંડા કલેજે કરી હત્યા, શંકા જતા પાંચ દિવસે કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કઢાયો

વડોદરા શહેરમાં સબંધોની ગંભીર ગૂંચવણનો એક ચોંકાવનારો કિસ્સો સ

વડોદરા શહેરમાં સબંધોની ગંભીર ગૂંચવણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને ઠંડા કલેજે પોતાના પતિની હત્યા કરી નાખી હતી. પોલીસે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો છે અને હત્યાના પાંચ દિવસ બાદ કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હત્યા બાદ 'હાર્ટ એટેક'નું નાટક

તાંદલજા વિસ્તારમાં રહેતા ઈરસાદ અલી બંજારા નામના વ્યક્તિની હત્યા તેની જ પત્નીએ કરી હતી. હત્યા બાદ પત્નીએ પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માટે એવું જણાવ્યું હતું કે ઈરસાદનું મોત હાર્ટ એટેકથી થયું છે.  ઈરસાદના મોટાભાઈ ઇમ્તિયાઝ અલી બંજારા સહિતના પરિવારજનોને આ વાત પર શંકા ગઈ હતી. 

પરિવારને શંકા જતા તેમણે જેપી રોડ પોલીસને આ અંગે જાણ કરી. પોલીસે તપાસ શરૂ કરતાં જ પત્ની અને તેના પ્રેમીએ મળીને ઈરસાદની હત્યા કરી હોવાનું સનસનીખેજ સત્ય સામે આવ્યું.

કબ્રસ્તાનમાંથી મૃતદેહ કાઢવાની તજવીજ

જેપી રોડ પોલીસે હત્યાના પાંચમા દિવસે કબ્રસ્તાનમાં દાટી દેવાયેલા પતિના મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપવામાં આવ્યો છે, જેથી હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાય.

પોલીસે મૃતકની પત્ની સહિત અન્ય સંડોવાયેલા લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. મૃતકના ભાઈ ઇમ્તિયાઝ અલી બંજારાએ પણ આ ઘટના અંગે નિવેદન આપ્યું છે. પોલીસે હવે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો